Vartman Pravah
Breaking NewsOtherગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડ

શ્રી પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંઘની છઠ્ઠી વાર્ષિક સામાન્‍ય સભા સંપન્ન મહાસંઘના પ્રમુખ વિશાલભાઈ ટંડેલની અધ્‍યક્ષતામાં શ્રી માછી સમાજ હોલ, રાધે શ્‍યામ મંદિર, નારગોલ બંદરે મળેલી સભા

સભા સમક્ષ માછી સમાજના પ્રશ્નોની રજૂઆતો કરતા સરકારશ્રી તરફથી માછીમારોને મળવાપાત્ર લાભો પ્રધાનમંત્રી મત્‍સ્‍ય સંપદા યોજના, ડીઝલ ઉપર મળતી સબસિડી, માછીમારોને અલગ અલગ લાયસન્‍સ, એક્‍વાકલ્‍ચરની યોજનાના લાભો વગેરે અનેક યોજનાઓ બાબતે કરાયેલી ગહન ચર્ચા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14 : શ્રી પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંઘ કે જેનો કાર્ય વિસ્‍તાર ગોવાથી કચ્‍છ સુધીનો છે જેની છઠ્ઠી વાર્ષિક સામાન્‍ય સભા ગઈકાલ તા.13મી ઓક્‍ટોબર, 2024ના રવિવારના દિને શ્રી માછી સમાજ હોલ, રાધે શ્‍યામ મંદિર, નારગોલ બંદરે મહાસંઘના પ્રમુખ શ્રી વિશાલભાઈ ટંડેલની અધ્‍યક્ષતા હેઠળ યોજવામાં આવી હતી. જેમાં અલગ અલગ વિસ્‍તારોમાંથી મહાસંઘના સભ્‍યો હાજર રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભમાં દેશના ઉદ્યોગપતિ પદ્મવિભૂષણ શ્રી રતન ટાટાને તથા મહાસંઘના મહામંત્રી શ્રી ટી.પી. ટંડેલ અને સમાજના અન્‍ય સભાસદ જેઓ દેવલોક પામ્‍યા છે એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્‍યારબાદ શ્રી પશ્ચિમ ભારત માછી મહાસંઘના પ્રમુખશ્રી વિશાલભાઈ ટંડેલે મહાસંઘની ટૂંકમાં રૂપરેખા સભા સમક્ષ રજૂ કરી હતી. દરમિયાન અલગ અલગ વિસ્‍તારોમાંથી આવેલ મહાસંઘના ઉપ પ્રમુખશ્રીઓ તથા અગ્રણીઓએ સભા સમક્ષ માછી સમાજના પ્રશ્નોની રજૂઆતો કરી હતી. જેમાં સરકારશ્રી તરફથી માછીમારોને મળતા લાભો જેવા કે પ્રધાનમંત્રી મત્‍સ્‍ય સંપદા યોજના, ડીઝલ ઉપર મળતી સબસિડી, માછીમારોને સરકારશ્રી તરફથી મળતા અલગ અલગ લાયસન્‍સ, એક્‍વાકલ્‍ચરની યોજનાના લાભો વગેરે અનેક યોજનાઓની જાણકારી સભા સમક્ષ રજૂ કરી ચર્ચા કરવામાં આવી હતી.
આ અવસરે ટ્રસ્‍ટીગણ તથા સભાસદો દ્વારા સમાજલક્ષી કાર્ય પર જોર આપી સમાજના સર્વાંગી વિકાસ માટે યોગ્‍ય નિર્ણયો જેમ કે દરિયાઈ પટ્ટી પર અનેકો પેઢીથી વસતા માછીમારોના નામે જમીન કરવી, ધોલાઈ બંદરને આધુનિક બંદર બનાવવું, પ્રોટેક્‍શન વોલ બનાવવી, ડ્રેજિંગના નામ પર રેતી ખનન અટકાવવું વગેરે જેવી અનેકો બાબત પર ગહન ચર્ચાઓ કરવામાં આવી હતી અને ગુજરાત સરકારશ્રીના અથવા ભારત સરકારશ્રીને રજૂઆત કરી સમસ્‍યાનો ઉકેલ લાવવા પ્રયત્‍ન કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો.
મહાસંઘના પ્રમુખશ્રી વિશાલભાઈ ટંડેલે હાજર રહેલ સભ્‍યો તથા શ્રી માછી સમાજ નારગોલનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો અને સમાજના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે શ્રી પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંઘના ટીમ વર્કથી સરકારશ્રીને રજૂઆતો કરવાની બાહેંધરી આપી હતી.
અંતે ‘સલાહની જરૂર નથી, આપવો હોય તો સાથ આપો’ના મંત્રથી ‘સૌનો સાથ અને સહકાર’થી કાર્યો કરવાની હાકલ કરી હતી.
અત્રે આયોજીત બેઠકમાં મહાસંઘના મહામંત્રી શ્રી ઠાકોરભાઈ પટેલ, કન્‍વીનીર શ્રી ચંપકભાઈ ટંડેલ, મંત્રી શ્રી દલપતભાઈ ટંડેલ, ખજાનચી શ્રી કિશોર ટંડેલ, ટ્રસ્‍ટી શ્રીમુકેશભાઈ ભાઠેલા, શ્રી નારણભાઈ ટંડેલ, શ્રી ભરતભાઈ પટેલ, શ્રી જીતેન્‍દ્ર ટંડેલ (ડારા), શ્રી ગીરીશભાઈ ટંડેલ, શ્રી ઉપેન્‍દ્રભાઈ ટંડેલ, શ્રી સી.ડી. સુકાની, શ્રી હરીશભાઈ એચ. ટંડેલ, શ્રીમતી વિપુલાબેન મિષાી, નારગોલ માછી સમાજ પ્રમુખ શ્રી શૈલેષભાઈ હોડીવાલા અને એમની ટીમ અને વિવિધ ગામોથી મહાસંઘના સભાસદ હાજર રહ્યા હતા. અંતે મિટિંગનું સમાપન રાષ્ટ્ર ગાનથી કરવામાં આવ્‍યું હતું.

Related posts

ધરમપુરમાં બિલપુડીની બી.આર.એસ કોલેજમાં થીમ બેઝ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં મતદાન જાગૃકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશ ભાજપના મહામંત્રી જીગ્નેશ પટેલના હસ્‍તે ‘શ્રી દમણ જિલ્લા માહ્યાવંશી સમાજ’ હોલના નવા શેડના નિર્માણ માટે કરાયું ખાતમુહૂર્ત

vartmanpravah

દાનહના એસડીપીઓ સિદ્ધાર્થ જૈન અને દમણના પી.એસ.આઈ. હિરલ પટેલની કેન્‍દ્રીય ગૃહમંત્રીના એક્‍સેલેન્‍સ ઈન ઈન્‍વેસ્‍ટીગેશન મેડલ-2023 માટે કરાયેલી પસંદગી

vartmanpravah

અરૂણાચલ પ્રદેશથી આઈ.એ.એસ. અધિકારી સ્‍વપ્‍નિલ નાયકનું થનારૂં સંઘપ્રદેશમાં આગમન

vartmanpravah

ધરમપુર-કપરાડા વિસ્‍તારમાં પાણીની કપરી સ્‍થિતિ : લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે : નલ સે જલ યોજના ફલોપ

vartmanpravah

Leave a Comment