October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સલવાવ બાપા સિતારામ સનાતન ટ્રસ્‍ટ દ્વારા તા.17 શરદ પૂનમથી નિઃશુલ્‍ક દવાખાનાનો શુભારંભ થશે

નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને સાંસદ ધવલ પટેલના હસ્‍તે શુભારંભ થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વાપી સલવાવમાં કાર્યરત શ્રી બાપા સિતારામ સનાતન ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત આશ્રમમાં પરમ પૂજ્‍ય બજરંગદાસ બાપાના સાનિધ્‍યમાં આગામી તા.17 ગુરૂવાર શરદપૂનમના દિવસથી આશ્રમ પરિસરમાં નિઃશુલ્‍ક દવાખાનાનો શુભારંભ થનાર છે.
શરદપૂનમના શુભ દિનથી પ્રારંભ થનાર નિઃશુલ્‍ક દવાખાના તથા મેગા હેલ્‍થ કેમ્‍પનો શુભારંભ નાણામંત્રી કનુભાઈ દેસાઈ તથા સાંસદ ધવલ પટેલના હસ્‍તે થનાર છે. આ પ્રસંગે અન્‍ય મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે. જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, જિ.પં. પ્રમુખ મનહર પટેલ સહિત ભાજપ જિલ્લા મંડળના હોદ્દેદારો ઉપસ્‍થિત રહેનાર છે. તા.17 ગુરૂવારના રોજ યોજાનાર કાર્યક્રમમાં સવારે 11:00 કલાકે આરતી તથા બપોરે અને સાંજે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું છે. ઉદ્દઘાટનના દિવસે મેગાહેલ્‍થ ચેકઅપ કેમ્‍પનું પણ આયોજન કરાયેલું છે. ટ્રસ્‍ટ દ્વારા ભાવિકોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

Related posts

નેશનલ કુંગ ફુ ચેમ્‍પિયનશિપમાં નવસારીની આશ્રમશાળાનાં વિદ્યાર્થીઓ ઝળકયા

vartmanpravah

વાપી બારગામ કડવા પાટીદાર સમાજનો પરિવાર સ્‍નેહ મિલન સમારોહ યોજાયો

vartmanpravah

રસીકરણ મહાઅભિયાન અંતર્ગત વાપી અને વલસાડ રેલ્વે સ્ટેશન ઉપર રાત્રિ વેક્સિનેશન સેશનનો પ્રારંભ

vartmanpravah

વલસાડ ચાઈલ્‍ડ વેલફેર કમિટીએ 3 વર્ષ પહેલા વાપીથી ગુમ થયેલા બાળકનો માતાપિતા સાથે મેળાપ કરાવ્‍યો

vartmanpravah

પારડી હાઈવે ઉપર ચાર વાહનો વચ્‍ચે વિચિત્ર અકસ્‍માત

vartmanpravah

દમણ બાલ ભવન દ્વારા આયોજિત જુનિયર ડાન્‍સ ગ્રુપ સ્‍પર્ધામાં સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળા ડાભેલના વિદ્યાર્થીઓએ દ્વિતીય સ્‍થાન પ્રાપ્ત કર્યું

vartmanpravah

Leave a Comment