Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી શાકભાજી માર્કેટમાં બિરાજમાન કરાયેલ દુર્ગામાતાની મૂર્તિનું શ્રધ્‍ધાપૂર્વક ભાવિકોએ વિસર્જન કર્યું

નવરાત્રી-દશેરા સુધી માતાજીની સેવા અર્ચના પૂજા કરી અગિયારના દિવસે વિસર્જન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વાપી શહેરમાં નવરાત્રી મહોત્‍સવ અતિ ઉત્‍સાહ, આનંદ અને શ્રધ્‍ધાપૂર્વક ભાવિકોએ ઉજવણી પૂર્ણ કરી છે. શહેરમાં ગણેશજીની માફક અનેક જગ્‍યાએ દુર્ગામાતાજીની કલાત્‍મક ભવ્‍ય મૂર્તિઓની સ્‍થાપના પણ કરવામાં આવી હતી. વાપી શાકભાજી માર્કેટ મિત્ર મંડળ દ્વારા નવરાત્રી મહોત્‍સવનું ભવ્‍ય આયોજન કર્યું હતું. જેમાં દુર્ગામાતાજીની મૂર્તિની વિધિ વિધાન પૂર્વક સ્‍થાપના કરી હતી. દશેરા સુધી માતાજી નિયમિત આરતી-પૂજા, અર્ચના આરાધના ભાવિકો દ્વારા ભાવ પૂર્વક કરવામાં આતી હતી. સોમવારે સાંજના ભવ્‍ય વિસર્જન યાત્રા યોજાઈ હતી. જે શહેરના વિવિધ માર્ગો ઉપર ફરીને માતાજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્‍યું હતું.
વાપી શહેરમાં નવરાત્રીની ઉજવણી લોકો દ્વારા આસ્‍થા પૂર્વક પૂર્ણ કરી હતી. વાપી શાકભાજી માર્કેટમાં દુર્ગા માતાજીની સ્‍થાપના કરાઈ હતી. સોમવારે માતાજીની ભવ્‍ય વિસર્જન યાત્રા નિકળી હતી. ડી.જે. અનેઢોલ નગારા, ત્રાંસાના તાલે વિસર્જન યાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર ફરી હતી અને સાંજે માતાજીની મૂર્તિનું વિસર્જન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, શાકભાજી વેપારી મિત્ર મંડળ ગણેશ ઉત્‍સવ અને નવરાત્રીનું પ્રતિ વર્ષે ભવ્‍ય આયોજન કરે છે.

Related posts

સેલવાસ હિન્‍દી પ્રાથમિક શાળાને ન.પા. પ્રમુખ રાકેશસિંહ ચૌહાણના હસ્‍તે સંગીતના સાધનોની અપાયેલી ભેટ

vartmanpravah

પારડી ટ્રાફિક પોલીસનો સપાટોઃ લાયસન્‍સ અને હેલ્‍મેટ વિના રોમીયોગીરી કરનારાઓની 20થી વધુ બાઈકો કબજે લેવાઈ

vartmanpravah

મસાટથી ખાનવેલ તરફ જતા ખખડધજ અને જર્જરિત રસ્‍તાના કારણે વાહનચાલકો-રાહદારીઓ પરેશાન

vartmanpravah

દાનહના નરોલી ખાતે 300 વર્ષ જૂના સતી માતા મંદિરનો કરાયો જીર્ણોદ્ધાર

vartmanpravah

ડુંગરીમાં બાઈક સ્‍લીપ થઈ વીજપોલ સાથે અથડાતા પરિયાના ચાલકનું મોત

vartmanpravah

વાપી એલ. જી. હરિઆ શાળાને કેન્‍દ્રના નાણાંમંત્રી સીતારમનના હસ્‍તે પ્રતિષ્ઠિત પુરસ્‍કાર એનાયત

vartmanpravah

Leave a Comment