October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આગામી 24 કલાકમાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી: વાપી સહિત વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્‍યો

સિઝનનો કુલ વરસાદ 140 ઈંચ પાર, હજુ ચોમાસાએ પાકી વિદાય લીધી નથી : કપરાડા-ધરમપુરમાં 3 ઈંચ વરસાદ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: છેલ્લા ત્રણ ચાર દિવસથી વલસાડ જિલ્લામાં સાંજની વેળાએ ઝરમર ઝરમર વરસાદ વરસતા નવરાત્રીના અંતિમ ત્રણ દિવસમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પડતો રહ્યો હતો. છતાં નવરાત્રીનું જોસ ચાલું રહ્યું હતું. આજે મંગળવારે સાંજના વાપી વિસ્‍તારમાં ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્‍ટ્રી મારી હતી. જાણે કે પાણી પાણી કરી નાખશે પરંતુ વરસાદે ફક્‍ત દેખાડો જ કર્યો હતો. પરંતુ આજે મંગળવારે વાપી સહિત વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડયો હતો.
વલસાડ જિલ્લામાં હવામાન ખાતાની આગાહી મુજબ આગામી 24 કલાકમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન નિષ્‍ણાંત અંબાલાલ પટેલે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્‍યારે વરસાદને ધ્‍યાને લઈને રોજીંદી કામગીરી કરવી પડશે. વલસાડ જિલ્લામાં સિઝનનો કુલ વરસાદ 140 ઈંચને આંબી ગયો છે. હજુ પણ ચોમાસાએ પાકી વિદાય લીધીનથી. વરસાદ અને વાતાવરણનો મિજાજ જોતા દિવાળી સુધી વરસાદ લંબાઈ શકે એવું લાગે છે. જો કે અતિવૃષ્‍ટિની ખેતીવાડી ઉપર આડ અસર જરૂર પડી છે. બીજી તરફ તંત્ર દ્વારા રોડ મરામતની માંડ માંડ કામગીરી હાથ ધરાઈ હતી ત્‍યાં વરસાદ વિઘ્‍ન ઉભુ કરી દે છે. આજે રોડ મરામતની કામગીરી વરસાદને લીધે અધવચ્‍ચે અટકતી જોવા મળી હતી. ધરમપુર, કપરાડા તાલુકામાં બે કલાકમાં 3 ઈંચ વરસાદ વરસ્‍યો છે. ને.હા. 848 નાસીક હાઈવે ઉપર વૃક્ષો ધરાશાયી થતા હાઈવે બંધ થયો હતો.

Related posts

નહેરુ યુવા કેન્‍દ્ર, વલસાડ દ્વારા ‘કેચ ધ રેઇન’ કાર્યક્રમ અંતર્ગત પાણી સંરક્ષણ અંગે જનજાગૃતિ અભિયાન

vartmanpravah

કપરાડા તા.પં. કોંગ્રેસ સભ્‍ય વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાઈ: મોદીનો વિડીયો એડીટીંગ કરી વાયરલ કર્યો

vartmanpravah

આણંદ જિલ્લાના મણીલક્ષ્મી જૈન તીર્થ ખાતે ભારત વિકાસ પરિષદ ગુજરાતનો પ્રદેશ મહાઅભ્‍યાસવર્ગ-2024 યોજાયો

vartmanpravah

રખોલીથી અસ્‍થિર મગજનો યુવાન ગુમ

vartmanpravah

નિરંકારી સેક્‍ટર-દમણમાં આયોજીત રક્‍તદાન શિબિરમાં 181 નિરંકારી ભક્‍તોએ ઉત્‍સાહપૂર્વક કર્યું રક્‍તદાન

vartmanpravah

વલસાડ જિલ્લામાં આરોગ્‍ય શાખા દ્વારા રક્‍તદાન શિબિરમાં 421 બોટલ રક્‍ત એકત્ર થયું

vartmanpravah

Leave a Comment