(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ),તા.15: ચીખલી નજીકના મજીગામના ડેરા ફળીયા રાત્રી દરમ્યાન દીપડો લટાર મારતો નજરે પડતાં સ્થાનિકોમાં ડરનો માહોલ ફેલાવા પામ્યો છે. ડેરા ફળીયામાં ગીરીશભાઈના ઘરની આગળ રાત્રી દરમ્યાન દીપડો આવી ચઢયો હતો. જે મોબાઈલમાં પણ કેદ થવા સાથે આ વાત વાયુવેગે પ્રસરતા અને આ અંગેની જાણ ડેપ્યુટી સરપંચ જયેશભાઈ દ્વારા કરાતા વનવિભાગે ડેરા ફળીયામાં ગીરીશભાઈના ઘર આગળ દીપડાને ઝડપવા માટે પાંજરૂ ગોઠવ્યું હતું.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2024/11/Majigam-dipado.jpg)