(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.18: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના જીરવલ ગામમાંથી કોલક નદી પસાર થાય છે. જીરવલ ગામ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીને અડીને આવેલું ગામ છે. ગામનો રોજિંદા જીવન વ્યવહાર કપરાડા તાલુકા સાથે હોય છે.
જીરવલ ગામમાંથી પસાર થતી કોલક નદીના પર ચેકડેમ કોઝવે બનાવવામાં આવ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી કોલક નદીમાં ભારે પુર આવતું હોય છે. જેથી નદી પર કોઝવે પર પાણી ચઢી જતું હોય છે. ભારે વરસાદ થવાની કોઝવે પાણી ડૂબી જાય છે. કિનારે મોટા ભાગની વસ્તી ધરાવતા ફળીયા આવેલા છે. સ્કૂલમાં બાળકો દૂધની ડેરીમાં દૂધ ભરવા માટે રોજિંદા પેટીયું રળતા કામદારોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે.
જીરવલ ગ્રામજનોએ જાનના જોખમમાં મૂકીને નદી પાર કરતા જોવા મળે છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ચૂંટણી સમયે પુલ માટે વચનો આપવામાં આવે છે. વર્ષોથી માંગ કરવામાં આવી છે. પણ હજુ સુધી અમારી સમસ્યાઓ દૂર કરવામાં આવી નથી.