December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ-દીવ યુથ કોંગ્રેસના અધ્‍યક્ષ તરીકે યુવા નેતા મયંક પટેલને પુનઃ સ્‍થાપિત કરાયા

  • 2019 લોકસભાની ચૂંટણીમાં દમણ-દીવ બેઠકના અપક્ષ ઉમેદવાર અને યુથ એક્‍શન ફોર્સના અધ્‍યક્ષ ઉમેશ પટેલની તરફેણમાં મોટો જનાધાર પેદા કરવા મયંક પટેલે ભજવેલી મુખ્‍ય ભૂમિકા

  • દમણ-દીવ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને મયંક પટેલ કેટલો ફાયદો કરાવી શકે તેના ઉપર તમામની નજર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.19 : ઈન્‍ડિય યુથ કોંગ્રેસના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી શ્રીનિવાસ બી.વી.એ. દમણ અને દીવ યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે યુવા નેતા શ્રી મયંક પટેલને પુનઃ સ્‍થાપિત કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે દમણ અને દીવના યુવાનોમાં જોમ અને જુસ્‍સો આવી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે 2019ની લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર અને યુથ એક્‍શન ફોર્સના અધ્‍યક્ષ શ્રી ઉમેશ પટેલની તરફેણમાં મોટો જનાધાર પેદા કરવા યુવા નેતા શ્રી મયંક પટેલની નિર્ણાયક ભૂમિકા રહી હોવાનું માનવામાંઆવે છે. હવે ઈન્‍ડિયન યુથ કોંગ્રેસ દ્વારા શ્રી મયંક પટેલને દમણ અને દીવ યુથ કોંગ્રેસના અધ્‍યક્ષ તરીકે બહાલી આપતાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને કેટલો અને કેવો ફાયદો કરાવે તેના ઉપર તમામની નજર મંડાઈ રહી છે.

Related posts

સરીગામ પંચાયત કચેરી અને બાલાજી મંદિરના પટાંગણમાં 75 માં સ્‍વતંત્ર દિનની કરેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

દીવમાં ખરાબ રસ્‍તાના કારણે રોંગ સાઈડ પર આવતી ફોર વ્‍હીલરને અકસ્‍માત

vartmanpravah

ચીખલી તાલુકા સહકારી રૂપાંતર અને વેચાણ કરનારી મંડળીના ચેરમેન પદે કિશોરભાઈ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે લક્ષ્મણભાઈ રાઠોડની વરણી

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતમાં આન બાન અને શાનથી કરાયેલી 76મા સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણી

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, સલવાવનું ગૌરવ

vartmanpravah

રવિવારે જીએનએલયુ કેમ્‍પસ સેલવાસમાં નિઃશુલ્‍ક કોમન લૉ એડમિશન ટેસ્‍ટ ‘સીએલએટી’ માર્ગદર્શન શિબિર યોજાશે

vartmanpravah

Leave a Comment