October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જામલીયા ગામની શ્રમ આશ્રમ કુમાર છાત્રાલયમાં લંડન પરિવાર દ્વારા પુણ્‍યતિથીએ આનજ વિતરણ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વલસાડ જિલ્લામાં ધરમપુરના જામલીયા ગામની શ્રમ આશ્રમ કુમાર છાત્રાલયમાં કે.કે.એસ.વી. ચેરીટેબલ ટ્રસ્‍ટ, જામલીયા દ્વારા સંચાલિત 2 વર્ષથી શરૂઆત કરવામાં જેમાં ધોરણ 3 થી 12 ધોરણ ના 38 વિદ્યાર્થીઓ રહે છે. વાપીના હરીશ આર્ટના પ્રેરણાદાયી પ્રયાસ થકી જામલીયા ગામની શ્રમ આશ્રમ પહોંચી લંડન પરિવારના રક્ષાબેન નવીનભાઈ શાહ અને નવીનભાઈ એમ શાહની પુણ્‍યતિથિએ આદિવાસી ક્ષેત્રમાં ગુજરાત બોર્ડરના નિરાધાર જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને અનાજ વિતરણ કરવામાં આવ્‍યું હતું.
વાપીના હરીશભાઈ પટેલ, હિતેનભાઈ સુરેશભાઇ સાવલા, યોગેશભાઈ રતિલાલ દોડિયા, પરેશભાઈ મગનલાલ શાહ, દિવ્‍યેશભાઈ મગનલાલ શાહ, સતિષભાઈ પટેલ, નિલેશભાઈ પટેલની ટિમ પહોંચી વિદ્યાર્થીઓ સાથે શિક્ષણ માટે જરૂરીમાર્ગદર્શન આપવા આવ્‍યું હતું. પ્રાથમિક જરૂરિયાત અંગે માહિતી મેળવી દાતાઓના સહયોગ દ્વારા મદદરૂપ થવાની ખાતરી આપી હતી.

Related posts

યુક્રેનમાં ફસાયેલા સંઘપ્રદેશના ત્રણ વિદ્યાર્થીઓને પરત લાવવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શરૂ કરેલા ઉચ્‍ચ સ્‍તરીય પ્રયાસો

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર અથાલ નજીક ઈકો કારને નડેલો અકસ્‍માત

vartmanpravah

દાનહમાં 05 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

પારડી ઓવરબ્રીજ પર ચાલી રહેલ ટેમ્‍પામાં અચાનક આગ ભભૂકી ઉઠી

vartmanpravah

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

નવા અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય અને મનરેગા યોજનાના બાયોગેસ કાર્યક્રમ હેઠળ દાનહના સિલીમાં 2M3 ક્ષમતાના બાયોગેસ પ્‍લાન્‍ટની કરાયેલી સ્‍થાપના

vartmanpravah

Leave a Comment