January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના સુથારપાડા ગામે મહિલાઓને રૂપિયા 1.20 કરોડના ઇન્‍ડસ્‍ટ્રીયલ સીવણ મશીન વિતરણ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વલસાડ જિલ્લા કપરાડા તાલુકાના સુથારપાડા ગામે શ્રી વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ તથા શ્રી સિધ્‍ધિ વિનાયક રૂરલ ડેવલોપમેન્‍ટ ટ્રસ્‍ટ, ધી સુરત પીપલ્‍સ કો.ઓ.બેંક લી.ના સહયોગથી ઇન્‍ડસ્‍ટ્રીયલ સીવણ મશીન વિતરણ કાર્યક્રમ પૂર્વ મંત્રી ગુજરાત સરકાર અને ધારાસભ્‍ય કપરાડા જીતુભાઈ ચૌધરીના અધ્‍યક્ષ સ્‍થાને દીપ પ્રગટયા પ્રાર્થના કરી કાર્યક્રમ શરૂઆત કરવામાં આવી હતી.
આ પ્રસંગે પૂર્વ મંત્રી ગુજરાત સરકાર અને ધારાસભ્‍ય કપરાડા જીતુભાઈ ચૌધરીએ જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન આદરણીય નરેન્‍દ્ર મોદીએ મુખ્‍યમંત્રી તરીકે ગુજરાતની શાસન ધૂરા સંભાળી ત્‍યારથી લોકાભિમુખ વહીવટને પ્રાધાન્‍ય આપ્‍યું હતું. ગુજરાતના મુખ્‍યમંત્રીથી લઈને પ્રધાનમંત્રી સુધીની સફરને 23 વર્ષ પૂર્ણ થયા છે, ત્‍યારે નરેન્‍દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્‍વ હેઠળ આજે સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. ‘સબકા સાથ સબકા વિકાસ’ થી નરેન્‍દ્ર મોદીએ છેવાડાના માનવીને સુખાકારીનીયોજનાઓનો લાભ સીધો મળી રહે એવી વ્‍યવસ્‍થા કરી છે. વિકાસ સપ્તાહ અંતર્ગત જિલ્લાના લોકોને આજે વિકાસના કામોની અનેક ભેટ મળી છે. આજે શ્રી સિધ્‍ધિ વિનાયક રૂરલ ડેવલોપમેન્‍ટ ટ્રસ્‍ટ દ્વારા કપરાડા તાલુકાની 300 મહિલાઓને 2 મહિનાની સીવણ તાલીમ આપવામાં આવી હતી.
રૂપિયા 1 કરોડ 20 લાખના ઇન્‍ડસ્‍ટ્રીયલ સીવણ મશીન મફત વિતરણ કરવામાં આવતા સિધ્‍ધિ વિનાયક રૂરલ ડેવલપમેન્‍ટ ટ્રસ્‍ટના પ્રમુખ મુકેશભાઈ પટેલ અને સહયોગી ટીમને આદિવાસી ક્ષેત્રમાં મહિલાઓને રોજગારી મળતા સરાહનીય કામગીરી બિરદાવી હતી.
સિધ્‍ધિ વિનાયક રૂરલ ડેવલપમેન્‍ટ ટ્રસ્‍ટના પ્રમુખ મુકેશભાઈ પટેલે જણાવ્‍યું કે સરકારની અનેક યોજનાઓ અમલમાં છે. પણ લાભાર્થીઓને અનેક મુશ્‍કેલીઓ પડે છે. જેથી છેવાડાની મહિલાઓ રોજગારી મેળવે અને આત્‍મ નિર્ભર બને એ માટે અમે તમામના સહયોગ થકી કામ કરી રહ્યા છીએ.
પૂર્વ કારોબારી અધ્‍યક્ષ, જિલ્લા પંચાયત સભ્‍ય ગુલાબભાઈ બી. રાઉત, સંગઠન પ્રમુખ ભાજપ રમેશભાઈ ગાંવિત, જિલ્લા સામાજિક ન્‍યાય સમિતિ અધ્‍યક્ષ મિનાક્ષીબેન ગાંગોડા, મીરાબેન ભુસારા, સરપંચ રંજનબેન આર.ગુંબાડે અને અગ્રણી આગેવાનો લાભાર્થી બહેનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

શહાદાના ઈસમે સેલવાસ-નરોલી રોડ દમણગંગા નદીના બ્રિજ ઉપરથી ઝંપલાવી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

સેલવાસ ઝંડાચોક શાળાના આચાર્ય સુઝાન જીસસ માઉન્‍ટ એવરેસ્‍ટ સર કરવા નીકળનારા પ્રદેશના પહેલા મહિલા

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને સ્‍વામિનારાયણ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા સલવાવ દ્વારા આદિવાસી નૃત્‍ય પ્રવૃત્તિ યોજાઈ

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં પકડાયેલ રૂા.25.84 લાખના ગુટખાના જથ્‍થા પ્રકરણમાં બે આરોપીની ધરપકડ

vartmanpravah

સંઘપ્રદેશની પૂર્વ પ્રાથમિક શાળાઓમાં નાના બાળકોએ ઉત્‍સાહ અને ધામધૂમથી ગણેશોત્‍સવની કરેલી ઉજવણી

vartmanpravah

દાનહ પ્રદેશ યુવક કોંગ્રેસના પૂર્વ અધ્‍યક્ષ કૌશિલ શાહની આદિવાસીની જમીનના મુદ્દે કરેલી છેતરપીંડીના ગુનામાં ધરપકડ

vartmanpravah

Leave a Comment