આદિવાસી સમાજે સંસ્કૃતિ અને વારસો જાળવી રાખ્યો છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.17: પ્રકૃતિ પ્રેમી ગણાતો આદિવાસી સમાજ આજે પણ પરંપરાગત રીતરિવાજ અને સંસ્કૃતિની જતન કરતો રહ્યો છે. ધરમપુર, કપરાડા જેવા આદિવાસી વિસ્તારમાં પૌરાણિક પ્રથા અનેમાન્યતાઓની જાળવણી કરવામાં આવે છે તે અંતર્ગત ધરમપુર મોટી ઢોલડુંગરીના પીપરોળ ખાતે વડીલો દ્વારા વરસાદી દેવની પૂજા કરવામાં આવી હતી.
વરસાદી દેવ (અભિનાથ મહાદેવ) પૂજા કરવાની પરંપરા આદિવાસી સમાજની વર્ષો જુની વડીલો દ્વારા વારસો યથાવત સાચવી રાખવામાં આવ્યો છે. ગામના ખેડૂતો દ્વારા સારો વરસાદ આવે, ખેતીનો પાક સારો થાય, ગામમાં સુખ-શાંતિ રહે તે માટે પ્રાર્થના-પૂજા કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આવતા રવિવારે ગામમાં ગામદેવી ખાતે વડીલો દ્વારા આખુ ગામ ભેગુ થઈને હવન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોઈ અંધશ્રધ્ધા નથી પરંતુ આદિવાસીઓએ જાળવી રાખેલ વર્ષો જુની પરંપરા માટેનો સૌ ભેગા મળી પ્રયાસ યથાવત રાખવામાં આવે છે.