January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજ વિદ્યાર્થીનીઓ કરાટેમાં ઝળકી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરીયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયંસીસ કોલેજ વાપીના વિધાર્થીઓને શિક્ષણની સાથે રમતમાં આગળ વઘી શકે તે માટે વિવિધ રમતોમાં ખુબ જ સારી તાલીમ પણ આપવામાં આવે છે. અંધેરી સ્પોર્ટસ કોમ્લેિવક્ષ, મુંબઈ ખાતે 3RD NATIONAL KARATE TOURNAMENT-TAKF CUP 2023 ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યુ હતું. આ ટુર્નામેન્ટ માં કોલેજના પ્લેયરએ ભાગ લીધો હતો. જેમાં કે.બી.એસ. કોલેજની એસ.વાય.બી.કોમ ની વિધાર્થીની સોનલ ચોરસીયાએ GOLD MEDAL- “ INDIVIDUAL KUMITE “3RD KYU BROWN 3 BELT” , – SILVER MEDAL “ INDIVIDUAL KATA 3RD KYU BROWN 3 BELT” અને “CHAMPIONS OF THE CHAMPION TROPHY” હાંસલ કરીને કોલેજનું નામ રોશન કર્યું છે. આ રમતની સમગ્ર તાલીમ તેમજ માર્ગદર્શન શારીરિક શિક્ષણના મદદનીશ પ્રાધ્યાપક ડો. મયુર પટેલે પુરુ પાડયુ હતુ. આમ કોલેજનું નામ રોશન કરવા બદલ કોલેજના આચાર્ય ડો. પૂનમ બી. ચૌહાણે વિજેતા પ્લેયરોનો તથા ડો. મયુર પટેલનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ કોલેજનું નામ રોશન કરવા અને જીવનમાં ઉજ્જ્વળ ભવિષ્ય બનાવી શકે તેવી શુભેચ્છા પાઠવી હતી.

Related posts

ચીખલીના મજીગામમાં શ્રીજી નવરાત્રી મહોત્‍સવમાં મીડિયાકર્મીઓએ આરતીમાં ભાગ લઈ ગરબાની રમઝટને માણી

vartmanpravah

વલસાડ જિલ્લામાં CET અને જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ

vartmanpravah

વાપીમાં રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘ સ્‍થાપના દિનની ઉજવણી, રેલી કાઢવામાં આવી

vartmanpravah

દાનહમાં વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શૌર્ય દિવસ નિમિત્તે યોજાયેલી બાઈક રેલી

vartmanpravah

મોપેડ સવાર દંપતીને પારડી સર્વિસ રોડ પર નડેલો અકસ્માતઃ પત્નીનું કરુણ મોત, પતિનો ચમત્કારિક બચાવ

vartmanpravah

અંકલાસમાં નિર્માણ થઈ રહેલી આદિત્‍ય ઈલેક્‍ટ્રો મેક પ્રાઇવેટ લિમિટેડ કંપની સામે પંચાયતની લાલ આંખ

vartmanpravah

Leave a Comment