January 16, 2026
Vartman Pravah
ગુજરાતવલસાડ

ધરમપુરના દુલસાડ ગામે વરસાદથી મકાન તુટી પડયું: કાટમાળમાં દબાઈ જતા 75 વર્ષિય વૃદ્ધાનું મોત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14
વલસાડ જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા છે ત્‍યારે અતિવૃષ્‍ટી અનેક જગ્‍યાએ ખાનાખરાબી તારાજી સર્જી રહેલ છે. ધરમપુરના દુલસાડ ગામે સોમવારે રાત્રે 9.00 વાગ્‍યાના સુમારે એક મકાન ભારે વરસાદને પગલે તૂટી પડયું હતું. દુર્ઘટનામાં મકાનના કાટમાળમાં દટાયેલી વૃદ્ધાનું ગંભીર ઈજાઓને લઈ મોત નિપજ્‍યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ ધરમપુરના દુલસાડ ગામે નાયકી ફળિયામાં ગત રાત્રે ભારે પવન સાથે વરસી રહેલા વરસાદમાં એક કાચુ મકાન તુટી પડયું હતુ. રાત્રે 9 વાગ્‍યાના સુમારે ઘરમાં ગજરાબેન (ઉ.વ.75) નામની મહિલા વાળુ કરી રહ્યા હતા ત્‍યાં તેમની ઉપર મકાનનો કાટમાળ તુટી પડયો હતો. જેમાં ગંભીર ઈજાઓ પહોંચતા ગજરીબેનનું ઘટના સ્‍થળે જ કરુણ મોત નિપજ્‍યું હતું. પડોશીઓ દોડી આવ્‍યા હતા પરંતુ સમય વીતી ગયો હતો. વૃદ્ધાએ દમ તોડી દીધો હતો.

Related posts

વાપી રેલવે સ્‍ટેશને ખાનદેશ એક્‍સપ્રેસ ટ્રેનનું સ્‍ટોપેજ મળે તે માટે પ્રબળ બની રહેલી માંગણી

vartmanpravah

નવસારી જિલ્લામાં કોરોના પોઝિટીવના 211 કેસ નોંધાયા : 1076 ઍકટિવ કેસ

vartmanpravah

વાપી નોટિફાઈડ બોર્ડની રચનાના ચક્રો ગતિમાન થયાઃ આગામી બેઠકમાં ચેરમેન સહિતના નામો જાહેર થશે

vartmanpravah

દૂધની પંચાયતમાં મહેસૂલ વિભાગ દ્વારા શિબિર યોજાશે

vartmanpravah

વલસાડ જિલ્લાનો વરસાદ: કપરાડા તાલુકામાં 1112 મી.મી. ( 43.78 ઇંચ)વરસી ચૂકયો છે

vartmanpravah

116 વખત બ્‍લડ ડોનેટ કરતા પારડીના સમાજ સેવક સંજય બારિયા

vartmanpravah

Leave a Comment