મુળ જુનાગઢનો આરોપી 15 કારોના બનાવટી ડોક્યુમેન્ટ બનાવી કાર મેળામાં વેચાણ કરતો હતો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.23: વાપી ડુંગરા પોલીસનો પાંચ વર્ષથી કાર ચોરીઓનો વોન્ટેડ આરોપીને વલસાડ એસ.ઓ.જી.એ અમદાવાદથી ઝડપી પાડયો. 15 જેટલી કારોના બનાવટી ડોક્યુમેન્ટ બનાવી જુનાગઢનો આ આરોપી કાર મેળામાં ચોરીની કારો વેચાણ કરતો હતો.
મુંબઈમાં તૌફીક અબીલ મુલ્લાખાનની મદદ લઈ કારની ચોરી કરીને કન્સલ કારનો ચેસીસ નંબર અને બનાવટી ડોસ્યુમેન્ટ બનાવી આરોપી કાર મેળામાં વેચાણ કરતો હતો. છેલ્લા પાંચ વર્ષમાં આરોપીએ 15 જેટલીકારોના બનાવટી ડોક્યુમેન્ટ બનાવી વેચાણ કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. વલસાડ એસઓજીએ અમદાવાદથી આબાદ રીતે આરોપીને ઝડપી પાડી ડુંગરા પોલીસને સોંપ્યો હતો.