શાળાના સંચાલકો તેમજ કોરોમંડલ કંપનીના સીએસઆર ફંડનું સંચાલન કરતા સ્ટાફની હાજરીમાં ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે પ્રયોગશાળાનું કરેલું ઉદ્ધાટન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.23: સરીગામ જીઆઇડીસીમાં કાર્યરત કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ કંપનીએ એમની કોર્પોરેટ સોસિયલ રિસ્પોન્સિબિલિટી કામગીરી અંતર્ગત વધુ એક નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. આજરોજ ઉમરગામ તાલુકાના ધારાસભ્યશ્રી રમણભાઈ પાટકરના હસ્તે પાલિ કરમબેલીની શાળામાં કોરોમંડલ કંપનીએ પ્રયોગશાળાના આધુનિક ઉપકરણોની સાથે નિર્માણ કરેલી લેબોરેટરીનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકરે કંપની દ્વારા સીએસઆર અંતર્ગત શિક્ષણ લક્ષી અને હોશિયાર વિદ્યાર્થીઓને આર્થિક મદદ કરી પ્રોત્સાહિત કરવાની કામગીરીની પ્રશંસા કરી હતી. ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર કંપની દ્વારા આ અગાઉ ભીલાડની સાયન્સ કોલેજમાં સાયન્સ ટુલ વસાવામાટે કરેલી મદદને યાદ કરી કંપનીની કામગીરીને બિરદાવામાં આવી હતી. પ્રારંભ કરેલી પ્રયોગશાળામાં 175 જેટલા વિજ્ઞાનને લગતા આધુનિક સાધનો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. જેમાં 24 જેટલા બાયોલોજીના સાધનો, 102 કેમિસ્ટ્રી સાધનો અને 43 ફિઝિક્સ ઉપકરણોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અભ્યાસ માટે ઉપયોગમાં આવતા ફર્નિચરો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર, શ્રી હિતેશભાઈ પટેલ, શ્રી અરુણ લેસ્લી જૉર્જ, પ્રેસિડેન્ટ અને સીએચઆરઓ શ્રી પંકજભાઈ તળેગાંવકર, કંપનીના યૂનિટ હેડશ્રી અશોકભાઈ પાવર, કંપનીના પ્રોડક્શન હેડશ્રી નીલમસિંહ સોલંકી, એન્જિનિયરિંગ હેડશ્રી મિથિલેશ ઝા, એચ આર સિનિયર મેનેજરશ્રી નરેશભાઈ પટેલ, એચ આર મેનેજરશ્રી બ્રિજેશભાઇ પંચાલ, સી એસ આર શ્રીમતી વૈશાલીબેન મૌર્ય અને શ્રીમતી ઝીલબેન રાઠોડ, તેમજ શાળાના શિક્ષકગણ અને આઈપી ઓઝા ટ્રસ્ટના પ્રતિનિધિઓ વગેરેની ઉપસ્થિતિ જોવા મળી હતી.