April 29, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

ધરમપુરમાં ‘વિશ્વ બાલિકા દિવસ’ની ઉજવણી, કિશોરી મેળામાં સરકારની યોજનાઓની અપાયેલી માહિતી

વલસાડ જિલ્લા આઈસીડીએસ કચેરી, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ડિસ્‍ટ્રીક હબ ફોર એમ્‍પાવરમેન્‍ટ ઓફ વુમન દ્વારા આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસની કરાયેલી ઉજવણીમાં આરોગ્‍ય, સુરક્ષા, રોજગાર અને સરકારી સહાય સહિતના વિષયો પર આપવામાં આવેલું માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11 : વલસાડ જિલ્લા આઈસીડીએસ (Integrated Child Development Services) કચેરી તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ડિસ્‍ટ્રીક હબ ફોર એમ્‍પાવરમેન્‍ટ ઓફ વુમન દ્વારા આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસની ઉજવણી ધરમપુરના મહારાણા પ્રતાપ મેરેજ હોલમાં કરવામાં આવી હતી.‘‘બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના અંતર્ગત ‘‘સશક્‍ત દીકરી, સુપોષિત ગુજરાત” થીમ હેઠળ કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ કાર્યક્રમમાં 181 મહિલા અભયમ હેલ્‍પલાઈન, પોલીસ સ્‍ટેશન બેઈઝ્‍ડ સપોર્ટ સેન્‍ટર, લ્‍ણ્‍ચ્‍ ટીમ, ડિસ્‍ટ્રીક હબ ફોર એમ્‍પાવરમેન્‍ટ ઓફ વુમન, કાનૂની શિક્ષણ શિબિર, વલસાડ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, વલસાડ સાઈબર ક્રાઇમ પોલીસ, તાલુકા કાનૂની સેવા સમિતિ ધરમપુર, જિલ્લા બાળ સુરક્ષા એકમ વલસાડ, પુર્ણા યોજના અંતર્ગત રાષ્‍ટ્રીય પોષણ માસ સ્‍ટોલનું પ્રદર્શન કરવામાં આવ્‍યું હતું.
ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલ દ્વારા કાર્યક્રમને અનુરૂપ માહિતી આપવામાં આવી હતી. આઈસીડીએસના પ્રોગ્રામ ઓફિસર નીલમ પટેલ દ્વારા આઈસીડીએસને લગતી યોજનાકીય માહિતી આપવામાં આવી હતી. મેડિકલ ઓફિસર ડૉ.રોનકબેન દ્વારા એનીમિયા વિશે વિસ્‍તૃત માહિતી આપવામાં આવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્વેતાબેન દેસાઈ દ્વારા મહિલા બાળ અધિકારીની કચેરીની વિવિધ યોજનાઓ જેવી કે, વ્‍હાલી દીકરી યોજના, ગંગા સ્‍વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્‍વરૂપા પુનઃ લગ્ન સહાય યોજના, બેટી બચાવો બેટી પઢાવો યોજના, સખી વન સ્‍ટોપ સેન્‍ટર યોજના, નારી સંરક્ષણ ગૃહ, 181 મહિલા અભયમ યોજના, પોલીસ સ્‍ટેશનબેઈઝડ સપોર્ટ સેન્‍ટર તેમજ સાયબર ક્રાઇમ હેલ્‍પલાઇન નંબર 1930ની માહિતી આપી હતી. ત્‍યારબાદ જિલ્લા બાળ સુરક્ષા ધારાબેન દ્વારા બાળકો માટેની કાયદાકીય માહિતી આપી હતી. ત્‍યારબાદ પીએસઆઇ કે.કે.પરમાર દ્વારા સાયબર અવેરનેસની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં 272 લાભાર્થીઓ હાજર રહ્યા હતા. ધરમપુર તાલુકા પંચાયત પ્રમુખ પિયુષભાઈ, પંચાયતના ઉપ પ્રમુખ કમલબેન, કારોબારી અધ્‍યક્ષ અપેક્ષાબેન, ન્‍યાય સમિતિના લીલાબેન, તાલુકા પંચાયતના સભ્‍યો, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા ધારાબેન, પેનલ એડવોકેટ પી.બી.આહિર, સીડીપીઓ ધરમપુર જ્‍યોતિબેન, સીડીપીઓ પારડી હસુમતિબેન, સીડીપીઓ રીટાબેન, પ્રોટેકશન ઓફિસર કમલેશભાઈ, દહેજ પ્રતિબંધક અધિકારી કમલેશભાઈ ગિરાસે, ડિસ્‍ટ્રીક હબ ફોર એમ્‍પાવરમેન્‍ટ ઓફ વુમનના કર્મચારીઓ, પીએસઆઈ સી.ડી. ડામોર, આરોગ્‍ય કર્મચારીઓ, પોલીસ સ્‍ટેશન બેઈઝ્‍ડ સપોર્ટ સેન્‍ટર કર્મચારીઓ, સખી વન સ્‍ટોપ સેન્‍ટર કર્મચારીઓ, 181 મહિલા અભયમ હેલ્‍પલાઈન કર્મચારીઓ, આંગણવાડી કાર્યકર બહેનો, મુખ્‍ય સેવિકા બહેનો, કિશોરીઓ હાજર રહી હતી.

Related posts

સેલવાસ સ્‍કૂલમાં ઘૃણાસ્‍પદ ઘટેલી સામુહિક બળાત્‍કારના વિરોધમાં વલસાડ એબીવીપીએ આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

કે.એલ.જે. ગ્રુપ ઓફ ઇન્‍ડસ્‍ટ્રીઝના સંસ્‍થાપક કનૈયાલાલ જૈનના જન્‍મદિવસ નિમિતે સીલી સ્‍થિત કંપનીના યુનિટ-2ના પરિસરમાં રક્‍તદાન શિબિર યોજાઈ: 215 યુનિટ એકત્ર કરાયેલું રક્‍ત

vartmanpravah

દાનહના એસ.પી. આર.પી.મીણાની અધ્‍યક્ષતામાં સેલવાસ હેડ ક્‍વાર્ટર ખાતે પોલીસ અને હોમગાર્ડના જવાનો માટે સંપર્ક સભાનું કરાયેલું આયોજન

vartmanpravah

કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી દ્વારા 10454 એકમોની તપાસ, 561 એકમો સામે કાર્યવાહી

vartmanpravah

જીએફસીસીમાં મેનેજીંગ ડીરેકટર તરીકે નિવૃત અધીકારીને એકસટેશન આપી નિમણુંક

vartmanpravah

કોલકત્તાના કૃષ્‍ણપુર જિલ્લાના કેસ્‍તોપુર ગામ ખાતેથી દમણ પોલીસની સાઈબર ટીમે સાઈબર ક્રાઈમના ચાર આરોપીઓની કરેલી ધરપકડ : 14 મોબાઈલ ફોન, એક લેપટોપ અને 36 સક્રિય સિમકાર્ડ બરામદ

vartmanpravah

Leave a Comment