Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાંથી આજથી પુરૂષ નસબંધી પખવાડીયાની ઉજવણીનો પ્રારંભ થયો

બે તબક્કામાં તા.4 ડિસેમ્‍બર સુધી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પુરૂષોને જાગૃત કરાશે

નસબંધી કરાવનાર પુરૂષને સરકાર દ્વારા રૂ.2 હજાર પ્રોત્‍સાહન રકમ બેંક ખાતામાં જમા કરાવામાં આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.21: વલસાડ જિલ્લામાં આજથી તા.21 નવેમ્‍બરથી પુરૂષ નસબંધી પખવાડીયાની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. આ ઉજવણી તા.4 ડિસેમ્‍બર સુધી ચાલશે. આ પખવાડીયાનો મુખ્‍ય ઉદેશ્‍ય પુરૂષોને કુટંબ નિયોજનમાં ભાગીદારી વધારવા તેમજ પુરૂષ ગર્ભ નિરોધક પધ્‍ધતિઓ જેવી કે નસબંધી અને અન્‍ય પધ્‍ધતિનો ઉપયોગ વધારવા પ્રેરિત કરવાનો છે. મહત્‍વનું છે કે, પુરૂષ નસબંધી પખવાડીયાની ઉજવણી બે તબક્કામાં કરવામાં આવશે.
આ અંતર્ગત પહેલા તબક્કામાં તા.21 થી 27નવેમ્‍બર સુધી 2024 દરમિયાન લાભાર્થીઓનું કાઉન્‍સેલિંગ, સર્જનની ઉપલબ્‍ધતા, કુટુંબ નિયોજન સેવાઓની ઉપલબ્‍ધતા, પ્રચાર- પ્રસાર, પુરૂષોનું પરામર્શ અને મોબીલાઈઝેશન કરવામાં આવશે. વધુમાં વધુ પુરૂષો નસબંધી કરાવે તે માટે તમામ આરોગ્‍યની સંસ્‍થાઓ દ્વારા પુરૂષ નસબંધી અંગે પ્રચાર પ્રસાર કરવામાં આવશે. જ્‍યારે બીજા તબક્કામાં તા.28 નવેમ્‍બરથી તા.4 ડિસેમ્‍બર 2024 દરમિયાન પુરૂષ નસબંધી માટે પ્રોત્‍સાહિત કરેલા પુરૂષોને જિલ્લા હોસ્‍પિટલ, સબ જિલ્લા હોસ્‍પિટલ, સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્રો, શહેરી તથા ગ્રામ્‍ય પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો ખાતે પુરૂષ નસબંધી કેમ્‍પ યોજીને નસબંધીની સેવાઓ આપવામાં આવશે. આ અંગે જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો. કે.પી.પટેલે જણાવ્‍યું કે, નસબંધી કરાવનાર પુરૂષોને સરકાર તરફથી રૂ.2 હજાર અને પુરૂષ નસબંધી માટે સહમત કરાવનારને સરકાર તરફથી રૂ.300 બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

Related posts

ફલેટની ખરીદીમાં મહિલા ગ્રાહક સાથે કરેલી છેતરપિંડી કેસમાં શૌકત મીઠાણીની દમણ પોલીસે કરેલી ધરપકડઃ કોર્ટમાંથી મળેલા જામીન

vartmanpravah

ધરમપુર ખાતે સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં તિરંગા યાત્રા

vartmanpravah

રૂા. ૪.૮૩ કરોડના ખર્ચે વાપી નોટીફાઇડ એરિયા જી. આઇ. ડી. સી. વિસ્તારમાં તૈયાર થયેલ આદ્યુનિક ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરતા રાજયના નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ

vartmanpravah

આજથી ઈગ્નૂ સત્રાંત પરીઓની શરૂઆત

vartmanpravah

વાપી ચલામાં અન્‍ડર વોટર ટનલ માછલીઘર અનેએમ્‍યુઝમેન્‍ટ પાર્કનો પ્રારંભ : બે મહિના સુધી ચાલશે

vartmanpravah

મોદી સરકારના દિશા-નિર્દેશ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ વહીવટમાં દાનહમાં ‘રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન’ દ્વારા આપવામાં આવેલા જંગી ભંડોળથી મહિલા સમાજમાં સર્જાયેલો આનંદ અને ઉત્‍સાહનો માહોલ

vartmanpravah

Leave a Comment