(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.27: આજરોજ તા.26/10/2024 ના દિને આરોગ્ય મંત્રીશ્રી ગુજરાત રાજ્ય, અને સુપ્રિટેન્ડન્ટ શ્રી ધરમપુરને ધરમપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા પટાવાળા, ડ્રાઇવર, એક્સરે ટેકનીશીયન અને ફાર્માસિસ્ટનો બે મહિનાથી બાકી પગાર તાત્કાલિક ચુકવવા બાબતે ધરમપુર તાલુકા આ.એ. પ્રમુખશ્રી યોગેશ ગરાસીયા અને સામાજિક આગેવાન વિજયભાઈ અટારા સાથે નિરાકરણ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. જે બાબતે સુપ્રિટેન્ડન્ટ દ્વારા ટેકનિકલ ખામીના કારણે પગાર બાકી રહ્યોની વાત કરી અને વહેલીતકે તમામ કર્મચારીઓનો પગાર થઇ જશે ની વાત કરી ધરમપુર સ્ટેટ હોસ્પિટલ ખાતેફરજ બજાવતા પટાવાળા અને ડ્રાઇવરોની મળેલ મૌખિક ફરિયાદના આધારે છેલ્લા બે માસથી જેડી અજમેરા નામની રાજકોટની એજન્સી દ્વારા પગાર ચૂકવવામાં આવ્યો નથી. આમ પણ ગુજરાત રાજ્યમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ દ્વારા અલગ અલગ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી કર્મચારીઓનું શોષણ થઇ રહ્યું છે. હાલ દિવાળીના સમયે છેલ્લા બે માસથી પગાર આપવામાં ન આવ્યો હોય ત્યારે દરેક કર્મચારીઓના પરિવાર કે એમના બાળકો અનેક ચીજ વસ્તુઓ લેવા માટે જીદ કરતા હોય હું ઉચ્ચ હોદ્દા પર અને ધારાસભ્યશ્રીઓનો તેમજ તમામ અધિકારીઓના પગાર સમયસર થઈ જાય છે પરંતુ વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓનું કોન્ટ્રાક્ટ સિસ્ટમના નામે અનેક વિભાગોમાં શોષણ થઇ રહ્યું છે એમાંનું એક ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં ફરજ બજાવતા પટાવાળા, ડ્રાઇવરો, ફાર્મસીસ્ટ, એક્સરે ટેકનિશીયનનું પણ શોષણ થઇ રહ્યું છે. જેથી આરોગ્ય કર્મચારીઓ પણ સારી રીતે દિવાળી અને નવું વર્ષ ઉજવી શકે જેથી એમનો પગાર તાત્કાલિક કરી દેવામાં આવે આ અગાઉ પણ લેખિતમાં જેડી અજમેરા નામની રાજકોટની એજન્સીના વિરોધમાં ફરિયાદ કરી હતી. વારંવાર આવી રીતે કર્મચારીઓને હેરાનગતિ કરવાનું કેટલું યોગ્ય? જો આવી એજન્સી કર્મચારીઓને પગાર ન ચૂકવી શકતી હોય તો એમને તાત્કાલિકબ્લેક લિસ્ટ કરી અન્ય કોઈ બીજી એજન્સીને કામગીરી સોંપવી જોઈએ.
‘‘જો તાત્કાલિક સ્ટેટ હોસ્પિટલના કર્મચારીઓનો પગાર ચૂકવવામાં ન આવ્યો તો આગામી દિવાળીના દિવસે જ આ કર્મચારીઓ સાથે સ્ટેટ હોસ્પિટલની સામે ધરણા પર બેસીશું” ની ચીમકી ઉચ્ચારી હતી.
—-
