October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

‘‘સુશાસન સપ્તાહ” અંતર્ગત દમણના આંટિયાવાડ ગ્રામ પંચાયતમાં ‘પ્રશાસન ગાંવ કી ઓર’ શિબિરયોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં દમણ જિલ્લામાં 19 ડિસેમ્‍બરથી 24 ડિસેમ્‍બર, 2024 સુધી ‘‘સુશાસન સપ્તાહ”(Good Governance) અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેની કડીમાં આજે નાની દમણના આંટિયાવાડ ગ્રામ પંચાયતમાં સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલની ઉપસ્‍થિતિમાં ‘પ્રશાસન ગાંવ કી ઓર’ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ અવસરે નાગરિકોની વિવિધ ફરિયાદો અને સમસ્‍યાઓના સમાધાન માટે વિશેષ પ્રયાસો કરવામાં આવ્‍યા હતા.
શિબિરમાં કુલ 76 ફરિયાદો મળી હતી, જેમાંથી 76 ફરિયાદોનો તાત્‍કાલિક સ્‍થળ ઉપર નિકાલ કરવામાં આવ્‍યો હતો. બાકી રહેલી ફરિયાદોના નિકાલ માટે સબંધિત વિભાગોને નિર્દેશ આપવામાં આવ્‍યા હતા.
આ શિબિર શાસનને નાગરિકોની નજીક લાવવા અને તેમના જીવનને સરળ અને સુગમ બનાવવાની દિશામાં એક મહત્ત્વનું પગલું છે. ‘પ્રશાસન ગાંવ કી ઓર’ પહેલનો ઉદ્દેશ્‍ય ગ્રામીણ અને ઊંડાણના વિસ્‍તારોમાં પ્રશાસનિક સેવાઓની સગવતા સુનિヘતિ કરવાનો છે.
આ અવસરે અધિકારીઓએ સ્‍થાનિક ગ્રામજનો સાથે વાતચીત કરી હતી અને તેમની સમસ્‍યાઓને સમજી લીધાં બાદ તેના સમાધાન માટેતત્‍પરતા દર્શાવી હતી. શિબિરમાં વિવિધ વિભાગો દ્વારા સેવાઓ પુરી પાડવામાં આવી હતી. જેમાં મહેસૂલ, આરોગ્‍ય, શિક્ષણ અને સામાજિક કલ્‍યાણ સહિત સબંધિત સેવાઓ મુખ્‍ય હતી.
‘સુવ્‍યવસ્‍થિત શાસન સપ્તાહ’નું આ આયોજન પ્રધાનમંત્રીશ્રીના ‘ન્‍યૂનતમ સરકાર, અધિકતમ શાસન’ના દૃષ્‍ટિકોણને સાકાર કરવાની દિશામાં એક મહત્ત્વનો પ્રયાસ છે.

Related posts

વલસાડ રૂરલ પોલીસમાં પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલી મુદ્દામાલની કાર ચોરાઈ

vartmanpravah

વલસાડ અને વાપીમાં સરકારી પોલીટેકનિક દ્વારા ડિપ્‍લોમામાં પ્રવેશ અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે

vartmanpravah

ચીખલીના માણેકપોરની એક કંપનીના કમ્‍પાઉન્‍ડમાંથી એલસીબી પોલીસે યુરિયા ખાતરના જથ્‍થા સાથે ત્રણને ઝડપ્‍યા

vartmanpravah

યુપી પોલીસ ચીખલીના ખૂંધમાં 20 વર્ષથી છૂપાઈને રહેતા વોન્ટેડ આરોપીને ઉંચકી ગઈ

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર ખાડા મુદ્દે યુથ કોંગ્રેસે કરેલા ચક્કાજામ મામલે સાત સામે ફરિયાદ નોંધાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર એન.એન.દવેએ ધરમપુરની દીકરીને અમેરિકન દંપતિને દત્તક આપવાનો હુકમ કર્યો

vartmanpravah

Leave a Comment