(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.05: મહારાષ્ટ્રના નાસિક ખાતે યોજાયેલી રાષ્ટ્રીય માસ્ટર એથ્લેટીકમાં વેટરર્ન્સની કેટેગરીમાં વલસાડ તાલુકાના ઓઝર ગામની માધ્યમિક શાળામાંથી નિવૃત્ત થયેલા અને રોલા ગામના રહીશ રમેશભાઈ એસ. પટેલે ભાગ લીધો હતો. 65 વર્ષની કેટેગરીમાં 10000 મીટર દોડ એક કલાક અને 01 મિનીટ તેમજ 5000 મીટરની દોડ 28 મિનીટમાં પૂર્ણ કરી વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યુ હતું. વિજેતા રમશભાઈ પટેલને સિલ્વર અને બ્રોન્ઝ મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, દિલ્હી, હરિયાણા અને વિદેશથી શ્રીલંકાના ખેલાડીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
Previous post