September 5, 2026
Vartman Pravah
દમણ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિન નિમિત્તે સંઘપ્રદેશમાં સોળે કળાઍ ખિલેલો સેવા સમર્પણનો ભાવ

ફક્ત ભાજપ જ નહીં પરંતુ પ્રદેશના જન જનમાં ઉભરેલો ઋણ સ્વીકારનો ભાવ

 

સંઘપ્રદેશને સ્વચ્છ રાખવાની સીધી જવાબદારી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની: ગૌરવ સિંહ રાજાવત

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘સત્યાગ્રહ સે સ્વચ્છાગ્રહ’ રથને પ્રદેશના પંચાયતી રાજ સચિવ ગૌરવ સિંહ રાજાવત અને જિ.પં. પ્રમુખ બાબુભાઈ પટેલે કરાવેલું પ્રસ્થાન

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. ૧૭
દમણ જિલ્લા પંચાયત દ્વારા આજે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘સ્વચ્છતા હી સેવા’ અને સત્યાગ્રહ સે સ્વચ્છાગ્રહ’ રથયાત્રા અભિયાનનો પ્રદેશના પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવત અને જિ.પં.પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલે લીલી ઝંડી બતાવી આરંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સંઘપ્રદેશના નાણાં, પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવતે જણાવ્યું હતું કે, આજે ૧૭મી સપ્ટેમ્બર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસથી રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ રજી ઓક્ટોબર સુધી ‘સત્યાગ્રહ સે સ્વચ્છાગ્રહ’ રથ દમણ જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતોમાં ફરી જાગૃતિ ફેલાવશે અને ગાંધી જયંતિના દિવસે જેટી ઉપર આયોજીત સમારંભમાં પૂર્ણાહુતિ કરાશે.
શ્રી ગૌરવસિંહ રાજાવતે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દમણ જિલ્લાને સ્વચ્છ બનાવવાની સીધી જવાબદારી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની છે તેમણે જનપ્રતિનિધિઓને સ્વચ્છતા આદત બને તે દિશામાં જન આંદોલન છેડવા અનુરોધ કર્યો હતો.તેમણે જણાવ્યું હતું કે, આપણે પ્લાસ્ટિક મુક્ત દમણનું નિર્માણ કરવાનું છે. જેના માટે પચાસ માઈક્રોનથી ઓછી પ્લાસ્ટિકની થેલી કે ચીજવસ્તુઓ વપરાશમાં નહી આવે તેની તકેદારી લેવાની છે.
આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલે પોતાના સંભાષણમાં જિલ્લા પંચાયત દ્વારા સ્વચ્છતા માટે થઈ રહેલા પ્રયાસની સરાહના કરી હતી. તેમણે સંપૂર્ણ સાથ સહકાર આપવા પોતાની પ્રતિબદ્ધતા પણ દર્શાવી હતી.
આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહન, દમણ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રીમતી મૈત્રી પટેલ, બી.ડી.ઓ.શ્રી પ્રેમજીભાઈ મકવાણા, જિલ્લા પંચાયતના સહાયક શિક્ષણ નિર્દેશક શ્રી કાનન, જિ.પં.ની કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલ, જિ.પં.ની વર્ક્સ સમિતિના અધ્યક્ષ શ્રીમતી રીનાબેન પટેલ, જિ.પં.ની શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રીમતી વર્ષિકાબેન પટેલ, જિ.પં.સભ્યો, દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી તથા અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્ના હતા.

Related posts

દુણેઠામાં ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અને ‘સત્‍યાગ્રહ સે સ્‍વચ્‍છાગ્રહ’ અંતર્ગત સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવો તેમજ ઓડીએફ પ્‍લસ અંગેનો ઠરાવ પસાર કરાયો

vartmanpravah

દાનહ ‘સંવિધાન ગૌરવ સમિતિ’ દ્વારા વિવિધ માંગોને લઈનરોલી ચાર રસ્‍તા પાસે ધરણાં પ્રદર્શન યોજાયું

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગના સહયોગથી મોટી દમણના દમણવાડાથી જન ઔષધિ પ્રતિજ્ઞા યાત્રાનું પ્રસ્‍થાનઃ દાભેલ ચેકપોસ્‍ટ ખાતે થયેલ પૂર્ણાહૂતિ

vartmanpravah

ઘોઘલા આઈટીઆઈના કેમ્‍પસમાં આત્‍મહત્‍યા નિવારણ દિનની ઉજવણી

vartmanpravah

દમણ-દાનહમાં મન મૂકીને વરસેલો મેહૂલિયોઃ ખેડૂતોમાં આનંદની લાગણી

vartmanpravah

છરવાડા-વાપીથી રેખાબેન,  ઉમરસાડીથી શિવાની  અને પારડીથી તેજલબેન ગુમ થઈ છે

vartmanpravah

Leave a Comment