દાનહમાં તા.30મી ઓક્ટોબરના રોજ લોકસભાની પેટા ચુંટણી યોજાનાર છે. જેના માટે ચૂંટણી વિભાગ દ્વારા મતદાતાઓમા મતદાન અંગે જાગળતિ આવે એના માટે દમણગંગા નદી રિવર ફ્રન્ટ પર શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે ઈવીએમ મશીનમાં વોટિંગ કેવી રીતે કરી શકાય તે અંગે જાણકારી આપવામા આવી હતી. આ સાથે ઉપસ્થિત દરેકને મતદાન કરવા અંગે શપથ લેવડાવ્યા હતા.