Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ-દમણ-દીવ ભાજપના માસ્‍ટર પ્‍લાનનો આરંભઃ 21મી જાન્‍યુ. સુધી ‘ડોર ટુ ડોર’ મહા જનસંપર્ક અભિયાન

દાદરાથી પ્રદેશ ભાજપ પ્રભારી પૂર્ણેશભાઈ મોદીએ મહા જનસંપર્ક અભિયાનની કરાવેલી શરૂઆતઃ દાનહ અને દમણ-દીવની બંને લોકસભા બેઠકો પ્રચંડ બહુમતિથી જીતવાનો નિર્ધાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ/દમણ, તા.08 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી પૂર્ણેશભાઈ મોદીના માર્ગદર્શનમાં અને પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલના નેતૃત્‍વમાં આજથી 21મી જાન્‍યુઆરી સુધી સમગ્ર પ્રદેશના તમામ જિલ્લામાં ચાલનારા મહા જનસંપર્ક અભિયાનનો આરંભ દાદરા મંડળથી કરાયો હતો.
આજે સવારે દાદરા મંડળથી મહા જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કરાવતા પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્‍યું હતું કે, આગામી લોકસભા ચૂંટણી-2024ની તૈયારીના ભાગરૂપે જનતાથી સંપર્ક કરવાની શરૂઆત અમે આજથી કરી છે. યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના હાથને આપણે સૌએ મજબૂત કરવાના છે. આ પ્રદેશમાં વધુમાં વધુપ્રમાણમાં મતદાન થાય અને આ પ્રદેશની બંને લોકસભા બેઠકો ઉપર જંગી બહુમતિથી ભાજપનો વિજય થાય એ આપણો સંકલ્‍પ છે. કેન્‍દ્રમાં ત્રીજી વખત મોદી સરકાર પોતાની હેટ્રિક મારવા જઈ રહી છે અને આપણે તમામે મળીને મોદીજીના નવા ભારતના વિકસિત ભારતના સંકલ્‍પને સાર્થક કરવા તેમને સાથ આપવાનો છે.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલે જણાવ્‍યું હતું કે, આજથી શ્રી પૂર્ણેશભાઈ મોદીની પ્રેરક ઉપસ્‍થિતિમાં પ્રદેશના પાંચેય જિલ્લાના દરેક મંડળોમાં ભાજપે એક મહા જનસંપર્ક અભિયાન શરૂ કર્યું છે. આ જનસંપર્ક અભિયાનમાં આપણાં ભાજપના તમામ પદાધિકારીઓ, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, જિલ્લા અને મંડળ તથા બૂથોના અધ્‍યક્ષો જોડાશે. 21મી જાન્‍યુઆરી સુધી આપણે આ અભિયાનના માધ્‍યમથી જન જન સુધી પહોંચવાનો પ્રયાસ કરીશું.
આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવના તમામ જિલ્લામાં ભાજપના મહા જનસંપર્ક અભિયાનનો આરંભ ખુબ જ ઉત્‍સાહ અને આનંદથી થયો હતો. આ અભિયાનમાં દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા, દમણ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના પ્રભારી અને દાનહ-દમણ-દીવના વરિષ્‍ઠ નેતા શ્રી વિશાલભાઈ ટંડેલ, પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી મહેશભાઈ આગરિયા, પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રીસુનિલભાઈ પાટીલ, પ્રદેશ ભાજપ સચિવ શ્રી જીજ્ઞેશભાઈ ડી. પટેલ, ભાજપના આગેવાન મહિલા નેતા શ્રીમતી તરૂણાબેન પટેલ, પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના અધ્‍યક્ષ શ્રી હરિશભાઈ પટેલ, શ્રી જયંતિભાઈ પટેલ, શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલ, શ્રીમતી સોનલબેન પટેલ, શ્રી પિયુષ પટેલ, શ્રી જીતુભાઈ માઢા, શ્રીમતી માલતીબેન, શ્રી અમૃતભાઈ પટેલ, શ્રી જતિનભાઈ પટેલ, શ્રી રામસિંહ પટેલ સહિત મંડળો અને બૂથોના અધ્‍યક્ષો, સરપંચો, કાઉન્‍સિલરો, જિલ્લા પંચાયત સભ્‍યો વગેરે મોટી સંખ્‍યામાં જોડાયા હતા.

Related posts

વલસાડની અટાર પી.કે.ડી વિદ્યાલયમાં વ્‍યકિત વિશેષ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ગણદેવી ગોયદી ગામ નજીક ટેમ્‍પો પલટી જતા 20 ઈજાગ્રસ્‍ત

vartmanpravah

આમ આદમી પાર્ટી પોતાના વધુ 20 મજબૂત ઉમેદવારોની ઘોષણા કરી

vartmanpravah

રાનવેરીકલ્લા ગામે દીપડાએ વાછરડા ઉપર હુમલો કરતા ગ્રામજનોમાં દહેશત

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં વીજ વિતરણ કામગીરીનું ટોરેન્‍ટ પાવરે કરેલું ટેકઓવર

vartmanpravah

વલસાડ જિલ્લાને મંત્રી મંડળમાં એકમાત્ર સ્‍થાન મળ્‍યું : પારડીના વિજેતા ધારાસભ્‍ય કનુભાઈ દેસાઈ ફરીવાર નાણા-ઊર્જા કેબિનેટ મંત્રી બન્‍યા

vartmanpravah

Leave a Comment