October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશ અને પંચાયતીરાજ સચિવ ગૌરવ સિંહ રાજાવતના નેતૃત્‍વમાં સંઘપ્રદેશમાં ‘સ્‍વચ્‍છતા દિવસ’ની ઐતિહાસિક બનેલી ઉજવણી

દાનહની 20 ગ્રામ પંચાયતો, દમણની 14 અને દીવની 4 ગ્રામ પંચાયતોના સરપંચો, જિ.પં.સભ્‍યો, ગ્રા.પં.સભ્‍યો, ફાળવેલ શિક્ષકો અને સફાઈકર્મીઓનીસાવધાનીથી પ્રદેશના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં આવેલી ચમક

સુપરવાઈઝરી અધિકારીઓ અને નોડલ ઓફિસરોના માર્ગદર્શનથી સ્‍વચ્‍છતા દિવસની ઉત્‍સાહભેર થયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.13
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ પ્રદેશના પંચાયતીરાજ વિભાગના સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતના નેતૃત્‍વમાં આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવના તમામ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ‘સ્‍વચ્‍છતા દિવસ’ની ઉજવણી ભારે ઉત્‍સાહ સાથે આદતોને બદલવાના સંકલ્‍પ સાથે કરવામાં આવી હતી.
દાદરા નગર હવેલીની ર0, દમણની 14 અને દીવની 4 ગ્રામ પંચાયતોમાં સરપંચો, જિલ્લા પંચાયત સભ્‍યો, ગ્રામ પંચાયતના સભ્‍યો અને શિક્ષકોની ટીમ સાથે પ્રશાસન દ્વારા નિયુક્‍ત નોડલ ઓફિસર અને સુપરવાઈઝરી અધિકારીઓના નિરીક્ષણ હેઠળ ‘સ્‍વચ્‍છતા દિવસ’ની ઉજવણી પ્રદેશના ઈતિહાસમાં ખુબ જ ચિવટાઈથી કરવામાં આવી હતી.
સવારના 9:00 વાગ્‍યાથી ગ્રામ પંચાયતોના સરપંચ, જિ.પં.સભ્‍ય, પંચાયતના સભ્‍યો, શિક્ષકો તથા સુપરવાઈઝરી અધિકારી અને નોડલ ઓફિસરના સાથે સફાઈ ઉપરાંત લોકોને જાગૃત પણ કરાયા હતા. જેમાં સ્‍વચ્‍છતા પ્રહરી એપ ડાઉનલોડ કરી તેના ઉપયોગની સમજ, ભીનો અને સુકો કચરો અલગ તારવવા, પ્‍લાસ્‍ટિકનો વપરાશ બંધ કરવા જેવી બાબતોનોસમાવેશ થતો હતો.
સંઘપ્રદેશમાં ‘સ્‍વચ્‍છતા દિવસ’ની થયેલી ઉજવણી બાદ સમગ્ર ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ગંદકી અને કચરો ગાયબ દેખાય રહ્યો છે. લોકોમાં પણ સ્‍વયંભૂ જાગૃતિ આવી રહી છે. જેના કારણે પ્રશાસનના આદતોને બદલવાના અભિયાનને પણ મજબૂતી મળી રહી છે.

Related posts

વલસાડ ધારાસભ્‍ય ભરતભાઈની કથિત વિરુદ્ય ડીએસપીમાં રાવ

vartmanpravah

રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વાપીના ડુંગરામાં સિટી સિવિક સેન્ટરનું ઇ-લોકાર્પણ કર્યુ: નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ

vartmanpravah

પારડી વિધાનસભા ભાજપના ઉમેદવાર નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના વાપી મધ્‍યસ્‍થ કાર્યાલયનું ઉદ્‌ઘાટન

vartmanpravah

દાનહની મુલાકાતના પહેલા દિવસે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે 17 કરતા વધુ કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટો-વિકાસ કામોનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

દાનહમાં ઍકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નહીં

vartmanpravah

મધ્‍યપ્રદેશમાં યોજાઈ રહેલી ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’માં સંઘપ્રદેશ દમણના બોક્‍સર સુમિતે આંધ્ર પ્રદેશના બોક્‍સર ભાનુ પ્રકાશને 5-0થી આપેલી હાર

vartmanpravah

Leave a Comment