April 25, 2024
Vartman Pravah
દમણ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે દમણમાં સેવા અને સમર્પણ દિવસ અંતર્ગત કોવિડ-૧૯ રસીકરણ અભિયાન હાથ ધરાયું

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.૧૭ઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી માટે ૧૭ સપ્ટેમ્બરથી ૭ ઓક્ટોબર સુધી સેવા અને સમર્પણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ‘સેવા અને સમર્પણ’ દિવસની ઉજવણી માટે કોવિડ રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આજરોજ તા.૧૭/૦૯/૨૦૨૧ના રોજ, સંઘપ્રદેશમાં દાનહ અને દમણ-દીવના દમણ જિલ્લા ભાજપ દ્વારા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ ઉજવી રહ્ના છે.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ ઉજવી રહ્ના છે. ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જાવા મળ્યો હતો. ભાજપના દમણ જિલ્લા પ્રમુખ શ્રી અસ્પી દમણિયાઍ પ્રધાનમંત્રીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવતાં લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.
આ અવસરે દમણ જિલ્લા પ્રમુખ શ્રી અસ્પી દમણિયાના નેતૃત્વમાં દમણ જિલ્લામાં સેવા અને સમર્પણ દિવસ અંતર્ગત જિલ્લાની ટીમ સાથે કોળી પટેલ સમાજ હોલ ખાતે કોવિડ રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં દમણ વિસ્તારમાં રસીકરણથી વંચિત રહેલા લોકો રસીકરણ કરવામાં આવ્યું હતું અને રસીકરણનો બીજો ડોઝ પણ લાગુ કરવામાં આવ્યો હતો.
જિલ્લા પ્રમુખ શ્રી અસ્પી દમણિયા સાથે દમણ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રાજીવ ભટ્ટ, જિલ્લા ઉપ પ્રમુખ રૂક્ષ્મણીબેન, શ્રી બળવંત યાદવ, જિલ્લા મંત્રી શ્રી કિરીટ દમણિયા, શ્રી શિવકુમાર, ઘેલવાડ મંડળના પ્રમુખ શ્રી અમરતભાઈ પટેલ, સોમનાથ મંડળના પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ, શ્રી ધનસુખભાઈ પટેલ ઉપસ્થિત રહ્ના હતા.

Related posts

વલસાડના સરકારી ટેક્‍નીકલ સેન્‍ટરમાં વર્ષ 2022-23 માટે પ્રવેશકાર્ય શરૂ

vartmanpravah

દીવ જિલ્લા ભાજપના અધ્‍યક્ષ તરીકે મોહનભાઈ લકમને સંભાળેલો વિધિવત્‌ અખત્‍યાર

vartmanpravah

ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી અને લીગલ સર્વિસીસ કમિટી દ્વારા આયોજીત રક્‍તદાન શિબિરમાં 45 યુનિટ એકત્ર થયું

vartmanpravah

સમગ્ર શિક્ષણ અંતર્ગત દાનહ અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક કેન્‍દ્ર શાળા આંબોલીમાં પ્રશ્નમંચ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપા યુવા મોરચા દ્વારા આયોજીત નિર્માણ દિવસ ફૂટબોલ ટૂર્નામેન્‍ટનું સમાપન

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય સચિવ અરૂણ ટી.એ કચીગામ ખાતે સર્વેક્ષણ કામગીરીનું સ્‍થળ ઉપર જઈ કરેલું નિરીક્ષણ: ગામલોકો સાથે વાતચીત કરી સર્વેક્ષણનું સમજાવેલું મહત્‍વ

vartmanpravah

Leave a Comment