August 31, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

મોટી દમણ હિન્‍દુ સ્‍મશાન ભૂમિના લાભાર્થે 20 નવે.ના શનિવારથી યોજાનારી શિવ કથા તથા વિરાટ રૂદ્રાક્ષ શિવલિંગ દર્શન

  • સુપ્રસિદ્ધ કથાકાર મેહુલભાઈ જાની (ખેરગામવાળા) પોતાની ભાવવાહી વાણીમાં શિવ કથાની પ્રસ્‍તુતિ આપશે

  • મોટી દમણના સમુદ્ર કિનારે રળિયામણા વાતાવરણમાં આવેલ સ્‍મશાનઘાટ ખાતે શિવની પ્રતિમાની સ્‍થાપના કરી મૃત્‍યુના સનાતન સત્‍યની સાથે સ્‍મશાનને શિવાલયનો દરજ્‍જો આપવાનો સંચાલકો દ્વારા થનારો પ્રયાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.15
હિન્‍દુસ્‍મશાન ભૂમિ મોટી દમણના લાભાર્થે અગામી તા.20મી નવેમ્‍બરના રોજ શિવકથા તથા વિરાટ રૂદ્રાક્ષ શિવલિંગ દર્શનનું આયોજન કરવામાં આવ્‍યું છે. શિવ કથાના વક્‍તા તરીકે સુપ્રસિદ્ધ કથાકાર શ્રી મેહુલભાઈ જાની (ખેરગામવાળા) પોતાની ભાવવાહી વાણીમાં પ્રસ્‍તુતિ આપશે.
મોટી દમણના સમુદ્ર કિનારે રળિયામણા વાતાવરણમાં આવેલ સ્‍મશાનઘાટ ખાતે શિવની પ્રતિમાની સ્‍થાપના કરી મૃત્‍યુના સનાતન સત્‍યની સાથે સ્‍મશાનને શિવાલયનો દરજ્‍જો આપવાનો પ્રયાસ સંચાલકો દ્વારા કરવામાં આવ્‍યો છે. મૃત્‍યુ સમયે પોતાના સ્‍વજનને આખરી પડાવે પધરાવતા પહેલા આવેલા વૈરાગ્‍યની શાતા માટે પણ શિવાલયના દર્શન મૃતાત્‍માને મોક્ષની પ્રાપ્તિ કરાવવાની સાથે દુઃખ દર્દમાં પણ રાહત આપનાર બનશે.
હિન્‍દુ સ્‍મશાન ભૂમિ મોટી દમણના લાભાર્થે આયોજીત શિવ કથાના કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજકો તન, મન અને ધનથી શ્રેષ્‍ઠ પ્રયાસ કરી રહ્યા છે. શિવ કથાની પોથી યાત્રા ર0ની નવેમ્‍બર, 2021ના શનિવારે બપોરે 1:30 કલાકે શ્રીમતી મિનલબેન જગદીશભાઈ પટેલ અને શ્રી જગદીશભાઈ ચીમનભાઈ પટેલના નિવાસસ્‍થાન ફાર્ચ્‍યુન મરિના, ફલેટ નં. 303 મોટી દમણથી નિકળી કથા સ્‍થળે પહોંચશે.
આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા હિન્‍દુ સ્‍મશાન ભૂમિ મોટી દમણના પ્રમુખ શ્રી અશોકભાઈ રાણા, ખજાનચી શ્રી ભરતભાઈ એ.ભટ્ટ, શ્રીવાસુભાઈ પટેલ, શ્રી હિરાભાઈ ટંડેલ, શ્રી પ્રમોદ રાણા, શ્રી જીવણભાઈ માંગેલા, શ્રી કિશોરભાઈ દમણિયા, શ્રી ભરત(ભરથુ) સાગર, શ્રી પ્રેમાભાઈ એલ.પટેલ તથા શ્રી વિષ્‍ણુભાઈ બાબુભાઈ હળપતિએ તમામને આમંત્રણ પાઠવ્‍યા છે.

Related posts

વલસાડ હાઈવે હોટલ ઉપર ટેન્‍કરમાંથી પામ ઓઈલ ચોરીનું રેકેટ ઝડપાયું : ત્રણની અટક

vartmanpravah

સોમનાથ ખાતે રામરથ યાત્રાનું હોંશ અને જુસ્‍સા સાથે કરાયેલું ભવ્‍ય સ્‍વાગત

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતમાં બેંકના અધિકારીઓ દ્વારા ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ના સંદર્ભમાં ખેડૂતોને અપાયેલી જાણકારી

vartmanpravah

ચીખલીના મજીગામમાં ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારો પાસે કરોડોનું રોકાણ કરાવી કરોડોનો ચૂનો ચોપડનાર સમર ગ્રુપના પાંચ શખ્‍સો સામે ફરિયાદઃ 3 શખ્‍સોની ધરપકડ

vartmanpravah

ચીખલી-વાંસદા ધોરીમાર્ગ પર જનતાના લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા (થર્મો પ્‍લાસ્‍ટ) સફેદ રંગના પટ્ટા ઉપર જામેલા ધૂળના ઢગલાં: નિંદ્રાધિન તંત્ર ક્‍યારે જાગશે?

vartmanpravah

સેલવાસ ખાતે મહામહિમ રાષ્‍ટ્રપતિનું પ્રદેશવાસીઓએ આનંદ, ઉલ્લાસ અને ઉમંગ સાથે કરેલું સ્‍વાગત

vartmanpravah

Leave a Comment