October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ પોસ્ટ વિભાગની નવી પહેલ, પેન્શનધારકોનું જીવન પ્રમાણપત્ર હવે ઘર બેઠા બનશે

પેન્શનધારકોને ધક્કા ખાવામાંથી મુક્તિ, ઘરે બેઠા પોસ્ટમેનના માધ્યમથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ બનશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: હવે પેન્શનધારકોને જીવન પ્રમાણપત્ર રજૂ કરવા માટે કોઈ ટ્રેઝરી, બેંક અથવા અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નથી.પેન્શનધારકો તેમના નજીકના ડાકઘરના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ મેળવી શકે છે.આ માટે માત્ર ૭૦ રૂપિયા ફી નિર્ધારિત કરવામાં આવી છે.આ પ્રમાણપત્ર આપમેળે સંબંધિત વિભાગને ઓનલાઈન પહોંચી જશે જેથી પેન્શન મળવામાં કોઈ અડચણ થશે નહી.આ સુવિધા તમામ ડાકઘરોમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
ભારતીય ડાક વિભાગ દ્વારા તમામ વિભાગોના પેન્શનધારકોને ઘર બેઠા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પ્રદાન કરવાની સુવિધા આપવામાં આવી રહી છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે ૨૦૨૦ માં કેન્દ્રિય, રાજ્ય અને કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થાના પેન્શનધારકો માટે જીવન પ્રમાણ જનરેટ કરવા માટે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની ડોર સ્ટેપ સેવા શરૂ કરી હતી, જે પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ અને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરના સમન્વયમાં છે.આ પહેલનો ઉદ્દેશ ફેસ ઑથેન્ટિકેશન(ચેહરા પુષ્ટિ)ટેકનિક અને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક ઑથેન્ટિકેશનની ડિજિટલ પ્રક્રિયાનો ઉપયોગ વધારવો છે, જેથી બધા પેન્શનરો, ખાસ કરીને દૂરદૂરના વિસ્તારોમાં રહેતા લોકોને અનુકૂળ સેવાઓ મળી શકે.
પેન્શનધારકો આ સુવિધાનો લાભ મેળવવા માટે પોતાના વિસ્તારના પોસ્ટમેન સાથે તેમજ પોસ્ટ ઇન્ફો મોબાઇલ એપ (https://ccc.cept.gov.in/ServiceRequest/request.aspx) દ્વારા ઓનલાઈન અનુરોધ કરી શકે છે.આ માટે પેન્શનરને આધાર નંબર, મોબાઇલ નંબર, બેંક અથવા ડાકઘર બચત ખાતા નંબર અને પીપીઓ નંબર આપવો પડશે. પ્રમાણપત્ર જનરેશન પ્રક્રિયા પૂર્ણ થયા પછી, પેન્શનરને તેમના મોબાઇલ નંબર પર એક પુષ્ટિકરણ એસ.એમ.એસ. પ્રાપ્ત થશે અને પ્રમાણપત્રને https://jeevanpramaan.gov.in/ppouser/login પર આગામી દિવસ પછી ઓનલાઇન જોઈ શકાશે.

વલસાડ ડિવિઝન દ્વારા વૃધ્ધ- દિવ્યાંગ પેન્શનધારકો માટે કેમ્પનું આયોજન

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા વલસાડ હેડ પોસ્ટ ઓફીસ ખાતે તા.૧૬-૧૧-૨૪ના રોજ સવારે ૧૦:૦૦ થી ૦૨:૦૦ સુધી વયોવૃદ્ધ અને દિવ્યાંગ પેન્શનધારકો માટે કેમ્પ- શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં પેન્શનરોના આધાર રેકોર્ડને અપડેટ કરવામાં અને DLC (ડિજિટલ લાઈફ સર્ટિફીકેટ) જનરેશનમાં ટેકનિકલ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં પણ મદદ કરવામાં આવશે.

Related posts

દમણ જિલ્લામાં હવેથી જાહેર અને ખાનગી જગ્‍યામાં પોલીથીન પ્‍લાસ્‍ટિક ખાલી ડબ્‍બા બોટલ કે કચરો રઝળતો દેખાશે તો થનારી દંડાત્‍મક કાર્યવાહી

vartmanpravah

ચીખલી તાલુકામાં રવિવારના રોજ 62 જેટલી ગ્રામ પંચાયતના, 61 સરપંચ અને 1039 વોર્ડ સભ્‍યોનું 1.84 લાખ મતદારો ભાવિ નક્કી કરશે

vartmanpravah

દાનહ એક્‍સાઇઝ વિભાગે કરચગામ રોડ પરથી ટાટા ઇન્‍ટ્રામાં ગેરકાયદેસર ભરેલો દારૂનો જથ્‍થો જપ્ત કર્યો

vartmanpravah

દેશના વડાપ્રધાન તરીકે નરેન્‍દ્રભાઈ મોદીના 8 વર્ષમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે લેવાયેલા મહત્‍વના 8 નિર્ણયો

vartmanpravah

દેવકા કોલોની સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં કડૈયા પંચાયતના સરપંચ શંકરભાઈ પટેલના હસ્‍તે મધ્‍યાહન ભોજન રાશનકીટનું વિતરણ કરાયું

vartmanpravah

નારગોલ ગામે આયોજીત સેવા સેતુ કાર્યક્રમમાં અરજદારનો ફાટેલો રાફડો

vartmanpravah

Leave a Comment