January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દીવના ઘોઘલા ખાતે વોટર ટેન્‍કર અને ટુ વ્‍હીલર વચ્‍ચે અકસ્‍માત એક બાળકનું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.17: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા ખાતે આજે સવારે દશ વાગ્‍યાની આસપાસ દીવ પાંજરાપોળ નજીક હનુમાનના મંદિર પાસે રોનક હિતેશ ચંદ્ર ઉંમર વર્ષ 20, રહેવાસી બાદોદકર કોલોની, એકટીવા પર જતો હતો અને તેની પાછળ અયાસ મહેમુદ ખુરેશી ઉંમર વર્ષ 14 રહેવાસી રીક્ષા સ્‍ટેન્‍ડ પાસે ઘોઘલાએ રોનક પાસે લીફટ માંગી હતી, તેઓને પાંજરાપોળ વળાંકમાં વોટર ટેન્‍કરનો ચાલક બાબુભાઈ બીજલભાઈ રાઠોડ ઉંમર 55 વર્ષ રહેવાસી ગામ આલીધર તાલુકો કોડીનારએ એકટીવાને અડફેટે લેતા બંને વચ્‍ચે અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માત સર્જાતા એકટીવામાં પરના બન્ને છોકરાઓને તાત્‍કાલિક સ્‍થાનિક યુવાનો દ્વારા સરકારી હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા જ્‍યાં એકટીવાની પાછળ બેઠેલ ખુરેશી અયાસ મહેમુદને ડોક્‍ટરએ મૃત ઘોષિત કર્યો હતો. આ સમાચાર સાંભળતા જ સમગ્ર વાતાવરણ રુદનમય બન્‍યું હતું અને મુસ્‍લિમ સમાજમાં શોકનું મોજું ફરી વળ્‍યુ હતું.

Related posts

સાવધાન….!: દાનહ અને દમણમાં 10 દિવસના વિરામ બાદ 1-1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

સામુહિક બદલીના દોરમાં વલસાડ, ચીખલી, નવસારી, ગણદેવીના ટીડીઓની બદલી

vartmanpravah

ઉમરગામ તાલુકા પંચાયતની સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરો વસુલાતનું અભિયાન તેજ કર્યું

vartmanpravah

સામાજિક ન્‍યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ‘‘નશા મુક્‍ત ભારત અભિયાન” હેઠળ એન.સી.સી. કેડેટ્‍સ સાથે ક્રિયા-પ્રતિક્રિયા કાર્યક્રમનું આયોજન કરાયું

vartmanpravah

દમણ : દાભેલમાં નહેર ઉપર કરાયેલા ગેરકાયદે દબાણ અને નાની દમણફોર્ટ વિસ્‍તાર નજીક સરકારી જમીન ઉપર કરાયેલા અતિક્રમણ ઉપર ફરી વળેલું બુલડોઝર

vartmanpravah

Leave a Comment