(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.19: વલસાડની જાણીતી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયેલ મહિલાનું સારવારમાં મોત થતા પરિવારજનોએ ભારે હોબાળો મચાવી દીધો હતો.
વલસાડની પાસેના ગામની એક મહિલાને ન્યુમોનિયા થતા તેને વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી હતી. એક સપ્તાહ સુધી મહિલાની હોસ્પિટલમાં સારવાર ચાલતી રહેલી. અંતે દર્દીની ક્રિટિકલ સ્થિતિ ઉભી થતા તબીબોએ મહિલાને સુરત ખસેડવાનું સ્વજનોને જણાવ્યું હતું. મહિલા સુરત સારવાર માટે લઈ જવાય તે પહેલાં હોસ્પિટલમાં જ દમ તોડી દીધો હતો. તેથી પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. મહિલાના ભાઈએ આક્ષેપ કર્યો હતો. આટલા બધા રૂપિયા ખર્ચાયા પછી છેલ્લે સુરત લઈ જવાનું કહેવાયું તો જો દર્દીને સારવારની અસર નથી હોય તો તાત્કાલિક જે તે ટાઈમે સુરત મોકલી આપવી જોઈએ નેપરિવારજનો અને હોસ્પિટલના તબીબો વચ્ચે સારી એવી રકઝક અને મામલો ઉગ્ર બન્યો હતો.
