(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.20: શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ સંચાલિત શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર અને સ્વામિનારાયણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સલવાવ દ્વારા વચનામૃતમ સભાખંડમાં સભાનું આયોજન શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલના માર્ગદર્શનમાં ધ્રુવ ગ્રુપના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રથમ શ્લોકો દ્વારા સભાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ સરસ કળષ્ણભજન રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને આગળ વધારતા રાજ્ય સરકાર દ્વારા દરેક શાળાઓમાં જનજાતિય ગૌરવ પખવાડા 2024 અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવાનું સૂચન કરવામાં આવ્યું હોય જેને લઇ ધો.8 ની વિદ્યાર્થીની હીર ભાનુશાલી દ્વારા આદિવાસી સમાજની સંસ્કળતિ અંગે વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. સાથે ધ્રુવ ગ્રુપના વિદ્યાર્થીઓ દ્વારા સરસ મજાનું આદિવાસી નૃત્ય રજૂ કર્યું હતું. જે બાદ સ્વામીજી દ્વારા બોધવચનો આપવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભારતના સાંસ્કળતિક વારસાને જાળવવા અને રાષ્ટ્રીય ગૌરવ બહાદુરી અને ભારતીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે આદિવાસીઓના પ્રયત્નોને તેમજ આદિવાસી સમુદાયના લોકો ભગવાન બિરસા મુંડાને સમર્પિત અનેક કાર્યક્રમો આયોજિતકરે છે અને પોતાની સંસ્કળતિ ધરોહરને આજે પણ સાચવી રાખી છે તેમજ આદિવાસી સમાજના સંઘર્ષ અને યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. જે બાદ સ્વામીજી દ્વારા સર્વે વિદ્યાર્થીઓને આર્શીવચનો પાઠવવામાં આવ્યા હતા.
