
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.૨૧: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ, આજે દાદરા નગર હવેલી જિલ્લાની આંબોલી ગ્રામ પંચાયતના આંબોલી ગામમાં ‘સરકાર તમારા ઘર પર’ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ શિબિરમાં મામલતદાર, ગ્રામ પંચાયત આંબોલી, ગેસ કનેકશન, અન્ન અને પુરવઠા વિભાગ, NREGA, DE-NRLM, સરલ સેવા કેન્દ્ર, વીજ જાડાણ, કૃષિ વિભાગ, સમાજ કલ્યાણ વિભાગ વગેરે જેવા ૧૩ જુદા જુદા વિભાગો ઉપસ્થિત રહેશે. અંબોલી ગ્રામ પંચાયતની જનતાઍ સ્ટોલ ઉભો કર્યો હતો અને જરૂરિયાતમંદ લાભાર્થીઓને લાભ આપવા માટે સઘન પ્રયાસો કર્યા હતા. આ કેમ્પમાં ૩૦૦થી વધુ લાભાર્થીઓઍ આગળ આવીને અરજી કરી હતી, જેમાં મોટાભાગની અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.
આ વિશેષ શિબિરમાં આંબોલીની સામાન્ય જનતાઍ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. તા.૨૧/૧૧/૨૪ના રોજ આંબોલી ગ્રામ પંચાયતના વેલુગામ અને તા.૨૨/૧૧/૨૪ના રોજ ખડોલી ગામમાં પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

