Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ સંઘપ્રદેશના પરિવહન વિભાગ દ્વારા દમણની એન્‍જિનિયરીંગ કોલેજમાં ઓટોરીક્ષા-ટેક્ષી ડ્રાઈવરો સાથે યોજાયો પ્રશિક્ષણ કાર્યક્રમ

  • ડ્રાઈવરોને મુસાફરો પ્રત્‍યે સહનશીલતા અને સંવેદનશીલતા રાખી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા એસ.પી. અમિત શર્માએ આપેલી શિખામણ

  • મોટરવાહન નિરીક્ષક બિપિન પવાર અને પી.આઈ. કે.બી.મહાજને ટ્રાફિકના નિયમોની સાથે સાથે મોટર વાહન અધિનિયમની પણ વાહનચાલકોને આપેલી વિસ્‍તૃત સમજણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.10: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી અમિત સિંગલાના માર્ગદર્શનમાં પરિવહન સચિવ શ્રી નિખિલ દેસાઈના નેતૃત્‍વમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનું પરિવહન વિભાગ મુસાફરોની સગવડતા અને તેમની સુરક્ષા માટે અનેક પ્રયાસો કરી રહ્યું છે. આ પ્રયાસની કડીમાં આજે વિભાગ દ્વારા દમણની એન્‍જિનિયરીંગ કોલેજમાં એક પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દમણ જિલ્લાના ઓટોરીક્ષા અને ટેક્ષી ડ્રાઈવરોને મુસાફરો પ્રત્‍યે તેમનો વ્‍યવહાર, વાહન ચલાવતા સમયે રાખનારી સાવધાનીઓ તથા ટ્રાફિક નિયમોની બાબતમાં પ્રશિક્ષિત કરવામાં આવ્‍યા હતા. આજેપ્રદેશના પરિવહન વિભાગ દ્વારા આ પ્રશિક્ષણ કાર્યક્રમના માધ્‍યમથી લોકોમાં એકબીજા પ્રત્‍યે સંવેદનશીલતા અને ટ્રાફિક નિયમો પ્રત્‍યે જાગૃતિ ફેલાવવાના પ્રયાસ કરવામાં આવ્‍યા હતા. આ અવસરે ઓટોરીક્ષા અને ટેક્ષી ડ્રાઈવરોને ટી-શર્ટ વિતરીત કરી તેમને સ્‍વતંત્રતા દિવસે એને પહેરી લોકોમાં જાગૃતિ ફેલાવવા આહ્‌વાન કર્યું હતું.
પ્રશિક્ષણ કાર્યક્રમમાં ઓટોરીક્ષા અને ટેક્ષી ડ્રાઈવરોને સંબોધિત કરતા દમણના એસ.પી. શ્રી અમિત શર્માએ જણાવ્‍યું હતું કે, કોઈપણ વ્‍યક્‍તિ જ્‍યારે પોતાના ઘરથી નિકળે છે ત્‍યારે તેમના મનમાં એ આશા રહે છે કે તે પોતાનું કામ પૂર્ણ કરી સલામત રીતે ઘરે પહોંચશે. લોકોની આ આશાને બરકરાર રાખવાનું મુસાફરોની સાથે સાથે વાહનચાલકોનું પણ એ પરમ કર્તવ્‍ય છે કે તેઓ એકબીજા પ્રત્‍યે સહનશીલતાનો પરિચય આપે. એકબીજા પ્રત્‍યે સંવેદનશીલ રહીને જ આપણે એક બહેતર સમાજનું નિર્માણ કરી શકીએ છીએ.
પ્રશિક્ષણ કાર્યક્રમમાં પી.આઈ. શ્રી કે.બી.મહાજન અને મોટર વાહન નિરીક્ષક શ્રી બિપિન પવારે ટ્રાફિકના નિયમોની સાથે સાથે મોટર વાહન અધિનિયમની પણ વાહનચાલકોને વિસ્‍તૃત રીતે સમજણ આપી હતી.
પરિવહન વિભાગ દ્વારા આ પહેલાં સી.એસ.આર. અંતર્ગત આરોગ્‍ય વિભાગની સહાયતાથી ઓટોરીક્ષા અને ટેક્ષી ચાલકોની આંખની તપાસનુંઅભિયાન ચલાવાયું હતું. જેમાં જે વાહનચાલકોને ચશ્‍માની જરૂરિયાત બતાવવામાં આવી હતી તેમને આજે આ કાર્યક્રમના અંતમાં એસ.પી. શ્રી અમિત શર્મા દ્વારા ચશ્‍મા પ્રદાન કરવામાં આવ્‍યા હતા. દેવકીનંદન પ્‍લાસ્‍ટિક પ્રા.લિ. દ્વારા સી.એસ.આર. અંતર્ગત જિલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં રહેતા યુવકોને ગાડી ચલાવવા માટે પ્રશિક્ષણ આપવામાં આવ્‍યું હતું. આજે આ યુવકોને પણ ડ્રાઈવિંગ લાયસન્‍સ આપવામાં આવ્‍યું હતું.
અંતમાં પરિવહન વિભાગના નિર્દેશક સહ સંયુક્‍ત સચિવ શ્રી આશિષ મોહનના સહયોગથી આ પ્રશિક્ષણ કાર્યક્રમ સંપન્ન થયો હતો.

Related posts

દાનહમાં ઉત્‍સાહભેર રક્ષાબંધનની કરાયેલી ઉજવણી

vartmanpravah

કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્‍તે ઉનાઈથી શરૂ થશે ગુજરાત ગૌરવ યાત્રા

vartmanpravah

‘દાનહ આદિવાસી એકતા પરિષદનું 31મું મહાસંમેલન આગામી તા.13, 14 અને 15 જાન્‍યુઆરીએ યોજાશે

vartmanpravah

કોલવેરા : કોલક નદીનું ઉદગમ સ્થાન અને કોલવેરા ડુંગરનો પ્રાચીન ઈતિહાસ

vartmanpravah

રાજ્‍યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે પારડી નગર પાલિકા હદ વિસ્‍તારમાં રૂા. 9 કરોડથી વધુના વિકાસના કામોનું કરાયેલું ખાતમુહૂર્ત

vartmanpravah

સેલવાસની એસ.એસ.આર.કોલેજના પ્રા.મોહમ્‍મદ બિલાલ અબુબકર ભડાને એનાયત થયેલી પી.એચ.ડી.ની ડીગ્રી

vartmanpravah

Leave a Comment