(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘એક પેડ માઁ કે નામ’ના શરૂ કરેલા અભિયાન અંતર્ગત આજે મોટી દમણના જમ્પોર પક્ષીઘરના પ્રાંગણમાં દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે પણ ‘એક પેડ માઁ કે નામ’ના એક વૃક્ષના છોડનું વાવેતર કર્યું હતું. તેમણે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે, આજે જીવનમાં પહેલી વખત પોતાના નામની પ્લેટ ઉપર મારી માઁનું નામ લખેલું જોઈ મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા છે. મારા નામની સાથે હરહંમેશ મારા પિતાનું લખાતું હતું પણ પહેલી વખત મારી માતાનું નામ લખાયું છે.
તેમણે સોશિયલ મીડિયામાં ખુબ જ ભાવુક સંદેશો શેર કર્યો છે.