(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.18: આજરોજ તા.18/12/2024 ના દિને ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખાતે ઝળ્લ્ભ્ શ્રી એ.કે. વર્માની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ધરમપુર તાલુકાના પી.આઈ શ્રી ભોયા, પીએસઆઇ શ્રી પ્રજાપતિ અને મોટી સંખ્યામાં ધરમપુર તાલુકાના વેપારી વર્ગ અને સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા.
જ્યાં હાજર રહેલ લોકોએ ધરમપુરની સમસ્યાઓનું નિરાકરણ અંગેની વાત કરી જ્યાં મારાં દ્વારા ધરમપુર તાલુકામાં જંગલ વિસ્તારમાં લાઇસન્સ અંગેના કેમ્પ કરવામાં આવે જેથી ધરમપુર તાલુકાના યુવાનો દંડનો ભોગ ન બને અને ધરમપુર તાલુકા પંચાયતની સામે વારંવાર અકસ્માતો થતા હોય જ્યાં બમ્પ મૂકવા અંગેની વાત કરવામાં આવી અને કોલેજ રોડ પર વધારે અકસ્માતની સંભાવના હોવાથી ત્યાં જીઆરડી મૂકવાની વાત કરવામાં આવી અને નાતાલનો પર્વ હોય તો જ્યાં જ્યાં ઉજવણી થાય છે આ તમામ જગ્યાએ પરમિશન આપવામાં આવે ની વાત કરવામાં આવી હતી.
જ્યાં ડીવાયએસપી શ્રી દ્વારા સાયબર ક્રાઇમ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી અને કોઈ પણ ફ્રોડ કંપની ગામડે આવતી હોય તો તાત્કાલિક ધરમપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવ્યું હતું. સાથે મોબાઇલમાં આવેલ કોઈપણ અજાણી લિંકખોલવી નહીં અને એક ના ડબલ કરવાવાળા લોકોની સ્કીમમાં ભોળવાઈ જવું નહીં અને બીજી અનેક જરૂરી બાબતોનું માર્ગદર્શન પીઆઈ શ્રી ભોયા અને પીએસઆઈ શ્રી પ્રજાપતિ દ્વારા આપવામાં આવ્યું હતું.

Previous post