October 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભારતીય રમત-ગમત પ્રાધિકરણના પ્રાદેશિક નિયામક પાંડુરંગ ચાટેએ સેલવાસ સ્‍થિત ‘‘ખેલો ઇન્‍ડિયા રાજ્‍ય ઉત્‍કૃષ્‍ટતા કેન્‍દ્ર”ની લીધેલી મુલાકાત

પાંડુરંગ ચાટેએ સંઘપ્રદેશના ‘‘ખેલો ઈન્‍ડિયા રાજ્‍ય ઉત્‍કૃષ્‍ટતા કેન્‍દ્ર”માં રમત-ગમત માટેની સુવિધાઓ, તાલીમ કાર્યક્રમો અને સુરક્ષા પ્રોટોકોલ તથા દસ્‍તાવેજોની સમીક્ષા કરી વ્‍યક્‍ત કરેલો સંતોષઃ કેન્‍દ્રનું સ્‍તર હજુ વધુ બહેતર બનાવવા માટે વિભાગના અધિકારીઓને આપેલું જરૂરી માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની ભાવિ રમત-ગમત પ્રતિભાઓ માટે ઉત્તમ બુનિયાદી સુવિધાઓ, તાલીમ અને આધારભૂત સંરચનાઓના વિકાસ માટે ઘણાં વિકાસલક્ષી પગલાંઓ ભર્યા છે. જેને અનુસંધાને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં અસરકારક રીતે લાગુ કરવામાં આવી રહ્યા છે. જેની કડીમાં ભારતના રમત-ગમત અને યુવા બાબતોના મંત્રાલય દ્વારા ‘ખેલો ઇન્‍ડિયા’ યોજના અંતર્ગત કેન્‍દ્ર શાસિત પ્રદેશના રમત-ગમત અને યુવા બાબતોના વિભાગ દ્વારા દાદરા નગર હવેલીના સેલવાસમાં ‘‘ખેલો ઇન્‍ડિયા ઉત્‍કૃષ્‍ટતા કેન્‍દ્ર”ની સ્‍થાપના કરવામાં આવી છે. આ કેન્‍દ્રમાં એથ્‍લેટિક્‍સ, તીરંદાજી અને ટેબલ ટેનિસના પ્રતિભાશાળી ખેલાડીઓને તજજ્ઞોદ્વારા તાલીમ આપવામાં આવે છે. અહીં સ્‍થાપના બાદ ખેલાડીઓને દિવસભરની તાલીમ સુવિધા સાથે કુશળ તાલીમ પણ આપવામાં આવે છે.
આજે ભારતીય રમત-ગમત પ્રાધિકરણના પ્રાદેશિક નિયામક શ્રી પાંડુરંગ ચાટેએ કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ સ્‍થિત ‘‘ખેલો ઇન્‍ડિયા રાજ્‍ય ઉત્‍કૃષ્‍ટતા કેન્‍દ્ર”ની મુલાકાત કરી હતી અને વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું. આ અવસરે ભારતીય રમત-ગમત પ્રાધિકરણના મદદનીશ નિર્દેશક શ્રીમતી અપૂર્વા મંડા, સંઘપ્રદેશના રમત-ગમત અને યુવા બાબતો વિભાગના નિર્દેશક શ્રી અરૂણ ગુપ્તા અને રમત-ગમત વિભાગના અધિકારી શ્રી અક્ષય કોટલવાર, શ્રી દેવરાજ સિંહ રાઠોડ તથા શ્રી મહેશ પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા.
ભારતીય રમત-ગમત પ્રાધિકરણના પ્રાદેશિક નિયામક શ્રી પાંડુરંગ ચાટેએ તેમની મુલાકાત દરમિયાન ‘‘ખેલો ઇન્‍ડિયા રાજ્‍ય ઉત્‍કૃષ્‍ટતા કેન્‍દ્ર”ની રમત-ગમત માટેની સુવિધાઓ, તાલીમ કાર્યક્રમો અને સુરક્ષા પ્રોટોકોલ તથા દસ્‍તાવેજોની સમીક્ષા કરી હતી અને પોતાનો સંતોષ વ્‍યક્‍ત કર્યો હતો. તેમણે વધુમાં આ કેન્‍દ્રનું સ્‍તર ઔર વધુ બહેતર બનાવવા માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્‍યું હતું.
અત્રે યાદ રહે કે, એથ્‍લેટિક્‍સ, તીરંદાજી અને ટેબલ ટેનિસમાં સંઘપ્રદેશના 34 ખેલાડીઓની ટ્રાયલ દરમિયાન પસંદગી કરવામાં આવી હતી.આ શૈક્ષણિક સંસ્‍થા તરફથી ખેલાડીઓને ‘‘ખેલો ઇન્‍ડિયા રાજ્‍ય ઉત્‍કૃષ્‍ટતા કેન્‍દ્ર” સેલવાસમાં અદ્યતન તાલીમ આપવામાં આવી રહી છે અને રહેવાની સુવિધા પણ આપવામાં આવી રહી છે. તાલીમ સાથે ખેલાડીઓને તાલીમ કેન્‍દ્રમાં રહેવાની સગવડ, રમત-ગમતનો આહાર, રમત-ગમતના આધુનિક ઉપકરણો સાથેના સાધનો અને ગણવેશ પણ આપવામાં આવે છે. આ સાથે વહીવટીતંત્ર પણ ખેલાડીઓને તેમની રુચિ મુજબ શિક્ષણ મેળવવા માટે શાળાઓમાં દાખલ કરીને યોગ્‍ય શિક્ષણ આપી રહ્યું છે. તેથી વધુને વધુ સંખ્‍યામાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના સ્‍થાનિક વિદ્યાર્થીઓ આ તમામ સુવિધાઓનો લાભ ઉઠાવે અને રમત-ગમત પ્રત્‍યે પોતાનું ભાવિ ઉજ્જવળ બનાવે એ ખુબ જરૂરી છે.

Related posts

પરિયારી ગ્રામ પંચાયત કાર્યાલય અને આયુષ્‍માન ભારત હેલ્‍થ એન્‍ડ વેલનેસ સેન્‍ટરની મુલાકાત લેતા પરિયારી ઉચ્‍ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ

vartmanpravah

કોપરલી ગામે 40 ફૂટ ઊંડા કૂવામાં પડેલા પાડાનું 8 કલાક સુધી ચાલ્‍યું દિલધડક રેસ્‍કયુ ઓપરેશન

vartmanpravah

સાપુતારા ઘાટ માર્ગ પર લાકડા ભરેલો ટ્રક કાર ઉપર પડ્યોઃ કાર નીચે ચગદાઈ જવાથી બાળક સહિત પાંચ લોકોના મોત

vartmanpravah

જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને વિધાનસભા સામાન્‍ય ચૂંટણી- ૨૦૨૨ ના નોડલ ઓફિસરોની બેઠક યોજાઇ

vartmanpravah

કૃષિ કાયદાના વિરોધમાં ભારત બંધને સમર્થન આપવા જતા પાંચ જેટલા કોંગ્રેસી કાર્યકરોને ડિટેઇન કરી ચીખલી પોલીસ મથકે લવાયા

vartmanpravah

યુપીએ સરકારના સમયમાં થયેલ અને મોદી સરકારમાં ઉદ્‌ઘાટન પામેલ વિકાસ કામમાં ગોબાચારી સામે આવી દાનહઃ રખોલી દમણગંગા નદીના બ્રિજ ઉપર ગાબડું પડતા સ્‍લેબના સળિયા દેખાવા લાગ્‍યા

vartmanpravah

Leave a Comment