October 15, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

શિક્ષક દિવસના ઉપલક્ષમાં દમણ જિલ્લા ભાજપ દ્વારા પ્રિન્‍સિપાલ અને શિક્ષકોનું શાલ ઓઢાડી ગુલદસ્‍તો આપી કરાયેલું સન્‍માન

શિક્ષકોના સમર્પણ અને સેવાની દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ કરેલી સરાહના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : દમણ જિલ્લા ભાજપ દ્વારા આજે શિક્ષક દિવસના ઉપલક્ષમાં બાળગંગાધર તિલક હાઈસ્‍કૂલ દમણવાડા અને શહિદ ભગતસિંહ હાઈસ્‍કૂલ પરિયારી ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પીભાઈ દમણિયાએ પ્રિન્‍સિપાલ અને શિક્ષકોનું શાલ ઓઢાડી અને ગુલદસ્‍તો આપી સન્‍માન કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા ભાજપ મંત્રી શ્રી કિરીટ દમણિયા, જિલ્લા મંત્રી શ્રી શિવકુમાર સિંઘ, દમણન.પા.ના કાઉન્‍સિલર શ્રીમતી જસવિંદર કૌર તથા ભાજપ કિસાન મોર્ચાના પ્રદેશ ઉપ પ્રમુખ શ્રી ધનસુખભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ યુવા મોર્ચાના ઉપ પ્રમુખ શ્રી રાકેશ પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પીભાઈ દમણિયાએ શિક્ષક દિન નિમિત્તે શિક્ષકોને વંદન કર્યા હતા અને તેમની સેવાને બિરદાવી હતી.

Related posts

શ્રી શ્‍યામ સેવા સમિતિના નામે પારડી તાલુકામાંથી પશુપાલક ખેડૂતોને છેતરી 8 થી 10 લાખ રૂપિયા પડાવનારો ચિટર પકડાયો

vartmanpravah

વર્ષો પછી પહેલા વરસાદમાં કેલિયા ડેમ અને જૂજ ડેમ છલકાયાં

vartmanpravah

ચીખલીના ટાંકલ ગામે ત્રણ કારના અકસ્‍માતમાં એક જ પરિવારના બે બાળકો સહિત પાંચનો આબાદ બચાવ

vartmanpravah

દાદરાની સરલા પર્ફોર્મન્‍સ ફાઇબર્સ કંપનીના કર્મચારીઓએ પગાર વધારા સહિતના વિવિધ મુદ્દે જિલ્લા કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

સરીગામ સીઇટીપીની પાઇપલાઇનનો મુદ્દો ફરી ચર્ચામાં

vartmanpravah

ઘેજમાં આદિવાસી ઈસમને મારી નાખવાની ધમકી બાદ આદિવાસીઓ ખેરગામ પો.સ્‍ટે.માં ધસી ગયા

vartmanpravah

Leave a Comment