January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

આઝાદી કા અમૃત મહોત્‍સવની ઉજવણીમાં વલસાડ જિલ્લા પોલીસ, હેલ્‍પીંગ હેન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ તથા લાયન્‍સ કલબ ઓફ પારડી પર્લ દ્વારા પારડીમાં મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.16
સમગ્ર દેશઆઝાદીના 75માં વર્ષની ઉજવણી કરી રહ્યો છે. પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવેલ આઝાદી કા અમૃત મહોત્‍સવ કાર્યક્રમ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો વિવિધ સંસ્‍થાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પારડી પોલીસ સ્‍ટેશનના પી.આઈ. મયુર પટેલ દ્વારા લાયન્‍સ કલબ ઓફ પારડી પર્લ અને હેલ્‍પીંગ હેન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ સાથે મળી પારડી તાલુકાના લોકોનો સાથ સહકાર અને પોલીસ કર્મચારીઓ પણ ખૂબ ઉત્‍સાહથી ભાગ લઈ મોટી સંખ્‍યામાં બ્‍લડ આપવા પ્રેરાયા હતા. સમાજમાં પોલીસ પ્રત્‍યે સારી લાગણી ઉભી થાય અને પોલીસ પ્રજાનો મિત્ર બની રહે એવા આશ્રયથી આ મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ખુબજ મોટી સંખ્‍યામાં આ બ્‍લડ ડોનેશનમાં લોકો ઉમટી પડયા હતા.
વલસાડ પોલીસ તથા હેલ્‍પીંગ હેન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ અને લાયન્‍સ કલબ ઓફ પારડી પર્લ દ્વારા આયોજિત આ કેમ્‍પમાં વિવિધ ગામોના યુવાનો, સરપંચો, વકીલો, મુસ્‍લિમ ભાઈ-બહેનો, જી.આર.ડી. હોમગાર્ડ, પોલીસ કર્મીઓ તથા પારડી પોલીસ સ્‍ટેશનના પી.આઈ. મયુર પટેલ, આર.પી.આઈ. મકવાણા તથા પારડી પોલિસ સ્‍ટેશનના પી.એસ.આઈ. જે.એન.સોલંકી મળી કુલ 201 જેટલા લોકોએ બ્‍લડ ડોનેટ કરી ખરા અર્થમાં તિરંગાને સ્‍લામી આપી આઝાદી કા અમૃત મહોત્‍સવની ઉજવણીકરી આ કેમ્‍પને સફળ બનાવ્‍યો હતો. આ કેમ્‍પમાં મુસ્‍લિમ ભાઈઓ અને પહેલીવાર મુસ્‍લિમ બહેનોએ પણ સામેથી આવી રક્‍ત દાન કરી કોમી એખલાસતાના દર્શન કરાવ્‍યા હતા.
આ કેમ્‍પને પ્રોત્‍સાહન આપવા પારડીના ધારાસભ્‍ય અને ગુજરાત સરકારના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલા, ડી.વાય.એસ.પી. મનોજસિંહ ચાવડા, એચ.કયું.ડી.વાય.એસ.પી. મનોજ શર્મા ઉપસ્‍થિત રહી આ કેમ્‍પને ચાર ચાંદ લગાવી દીધા હતા.
આ કેમ્‍પમાં હેલ્‍પીંગ હેન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન પ્રફુલ મહેતા, વાઈસ ચેરમેન શરદ દેસાઈ, લા.પ્રેમલ ચૌહાણ, લાયન્‍સ કલબ ઓફ પારડી પર્લના પ્રેસીડન્‍ટ મોહમ્‍મદ નલવાલા, ભરત દેસાઈ, સમીર દેસાઈ, ડી.જી.મુકેશ પટેલ, ડો.કુરેશી, દિનેશ સાકરીયા, સહિત પારડી ઈન્‍ડસ્‍ટ્રીયલ એસોસિયેશન, જીવદયા ગ્રુપ, અતુલ રિયલ ડેવલોપમેન્‍ટ ફંડ, માનવ આરોગ્‍ય સેવા કેન્‍દ્ર, જ્‍યોતિ પ્‍લાસ્‍તિક, એલ એન્‍ડ ટી, હેલ્‍પીંગ હેન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ, લાયન્‍સ કલબ ઓફ પારડી પર્લ, પુરીબેન પોપટ વાલા બ્‍લડ બેંક વાપી સહિત મોટી સંખ્‍યામાં અનેક સહયોગી સંસ્‍થાઓ, વકીલો, નગરપાલિકાના સદસ્‍યો, વિવિધ ગામના સરપંચ આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.
—-

Related posts

દાભેલ ગ્રા.પં.ના પંચાયત ઘરનું થનારૂં નવીનિકરણઃ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પલેક્ષના સમારકામનો પણ પ્રસ્‍તાવ

vartmanpravah

ચીખલીના ઘેજ ગામે હનુમાનજી મંદિર તરફ જતા માર્ગના નવીનીકરણનો પ્રારંભ કરાતા સ્‍થાનિકોમાં ખુશીની લહેર

vartmanpravah

‘માટીને નમન, વીરોને વંદન’ કાર્યક્રમમાં દમણવાડા પંચાયત દ્વારા 1971 ભારત-પાકિસ્‍તાન યુદ્ધના લડવૈયા ફૌજી અમ્રતભાઈ રાઠોડનુંતેમના નિવાસ સ્‍થાને જઈ કરાયેલું સન્‍માન

vartmanpravah

સલવાવ બીએનબી સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની પાંચ વિદ્યાર્થીનીઓ જી.ટી.યુ.ના ટોપ ટેનમાં આવી ઐતિહાસિક સિધ્‍ધી પ્રાપ્ત કરી

vartmanpravah

સરીગામ પંચાયત વિસ્‍તારમાં ભૂગર્ભ ગટર વ્‍યવસ્‍થા ઉભી કરવા સરપંચ સહદેવ વઘાતે મુખ્‍યમંત્રીનું દોરેલું ધ્‍યાન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે 67 વર્ષની વયે યુવાનોને પણ શરમાવે એવા તરવરાટ સાથે સાચા કર્મયોગીની કરાવેલી ઝાંખી

vartmanpravah

Leave a Comment