નૂતન સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે 1પ0થી વધુ સંતોના સમુદાય સાથે મહંત સ્વામી મહારાજનું તાન્ઝાનિયાના પાટનગર દાર એ સલામ ખાતે આગમન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15: બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ તાન્ઝાનિયાની ભૂમિ પર આજે વહેલી સવારે 3.00 વાગ્યે દાર એ સલામ ખાતે ચાર્ટર્ડ વિમાન દ્વારા પધાર્યા છે. સરકાર અને એરપોર્ટ ઓથોરિટીએ ફુવારાથી વિમાનનું સન્માન કર્યું હતું.
આફ્રિકા ખંડમાં ભારતીયો, ખાસ કરીને ગુજરાતીઓ છેલ્લી ચાર પેઢીઓથી વસી રહ્યા છે. આヘર્યની વાત તો એ છે કે, તેઓએ ભારતીય સંસ્કળતિને જીવંત ટકાવી રાખી છે. જ્યારે ભારતમાં જ ભારતીયો પોતાનું પશ્વિમીકરણ કરવામાં ગૌરવ અનુભવે છે ત્યારે અત્રેના ગુજરાતી પરિવાર પોતાના બાળકોને ખાસ ગુજરાતી ભણાવી ભારતીય સંસ્કળતિનું જતન કરી રહ્યાં છે.
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા તાજેતરમાં જ અબુધાબીમાં એક મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં અનેક મુસ્લિમો સહિત વિદેશી પર્યટકોભારતીય સંસ્કળતિના દર્શન કરી રહ્યા છે. આવી જ રીતે તાન્ઝાનિયાના પાટનગર દારે એ સલામમાં પણ એક નૂતન સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે 150થી વધુ સંતોના સમુદાય સાથે મહંત સ્વામી મહારાજ અત્રે પધાર્યા છે. અત્રેથી સાઉથ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં પણ લગભગ સાત એકરમાં વિસ્તાર પામેલા નૂતન સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા થનાર છે. સ્વામીશ્રીના આગમનથી હજારો ભાવિકો આનંદવિભોર બની પ્રતિષ્ઠા મહોત્સવ માટે થનગની રહ્યાં છે.
અત્રેથી સ્વામીશ્રી ઓસ્ટ્રેલિયા ખાતે વિશાળ અક્ષરધામ સંકુલનું ખાતમુહૂર્ત કરવા પધારશે.