January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં પ્રથમવાર ‘‘કી હોલ ઓપન હાર્ટ સર્જરી” ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્‍પિટલમાં કરાઈ

55 વર્ષીય દર્દીને અચાનક હાર્ટ એટેક આવ્‍યો અને તમામ નળીઓ પણ બ્‍લોકેજ હતી

હાર્ટ ઓપરેશનમાં મોટી ચીરાને બદલે માત્ર પાંચ સે.મી.નો નાનો ચીરો કરી સફળતાપૂર્વક ઓપરેશન કરાયુ

હાર્ટના અન્‍ય ઓપરેશન 3 થી 4 કલાક ચાલતા હોય છે જ્‍યારે આ ઓપરેશન માત્ર 2 કલાકમાં જ પૂર્ણ થયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.21: વલસાડ જિલ્લામાં પ્રથમવાર થયેલી ઓપન હાર્ટ સર્જરીમાં એક ખાસ પ્રકારની કી હોલ સર્જરી ધરમપુરની પૂજ્‍ય ગુરૂદેવશ્રી રાકેશજીની પ્રેરણાથી કાર્યરત શ્રીમદ્‌ રાજચંદ્ર હોસ્‍પિટલમાં કરવામાં આવી છે.
ધરમપુરમાં જ રહેતા એક મધ્‍યમ વર્ગના પરિવારના 55 વર્ષીય મોભીને અચાનક છાતીમાં દુખાવો થતા સારવાર અર્થે તાત્‍કાલિક શ્રીમદ્‌ રાજચંદ્ર હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. ફરજ પરના તબીબ ડો.અકેન દેસાઈએ તપાસ કરતા હાર્ટ એટેક આવ્‍યો હોવાનું જણાતા વધુ તપાસ કરતા તમામ નળીઓમાં પણ બ્‍લોકેજ હોવાનું જણાયુ હતું. જેથી પેશન્‍ટ અને પરિવારને કી હોલઓપરેશન કરવા અંગે સમજ આપવામાં આવી હતી. તેઓ સંમત થયા બાદ બે કલાક સુધી ઓપરેશન ચાલ્‍યું હતું.
જિલ્લામાં પ્રથમવાર થયેલા આ ઓપરેશન અંગે શ્રીમદ્‌ રાજચંદ્ર હોસ્‍પિટલના હાર્ટ સ્‍પેશિયાલીસ્‍ટ ડો.અકેન દેસાઈ જણાવે છે કે, હાર્ટને લગતા ઓપરેશનમાં ચેસ્‍ટનો ભાગ ખુલ્લો કરવો પડતો હોય છે. જ્‍યારે વલસાડ જિલ્લામાં પ્રથમ વાર થયેલા આ કી હોલ ઓપન હાર્ટ સર્જરીમાં માત્ર પાંચ સે.મી.નો નાનો ચીરો કરી ઓપરેશન કરવામાં આવે છે. હાર્ટને લગતા અન્‍ય ઓપરેશન 3 થી 4 કલાક ચાલતા હોય છે જ્‍યારે આ ઓપરેશન માત્ર બે જ કલાકમાં પૂર્ણ થઈ જાય છે. આ પધ્‍ધતિના ઓપરેશનથી દર્દીમાં જલદી રીકવરી આવે છે અને ઈન્‍ફેકશન લાગવાની શકયતા પણ નહિવત રહે છે. પોસ્‍ટ ઓપરેટીવ કેરમાં ઘણો ફાયદો મળે છે, હોસ્‍પિટલમાંથી વહેલી રજા મળી જાય છે અને દર્દી પોતાના રોજીંદા જીવનમાં જલદી પાછો ફરે છે. હોસ્‍પિટલના કાર્ડિયો વાસ્‍કયુલર સર્જન ડો. રવિસાગર પટેલે આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્‍યુ હતું. હાલ પેશન્‍ટ એકદમ સ્‍વસ્‍થ છે.
શ્રીમદ્‌ રાજચંદ્ર હોસ્‍પિટલ એન્‍ડ રિસર્ચ સેન્‍ટરના ટ્રસ્‍ટી અજયભાઈ દોશીએ જણાવ્‍યું કે, આ હોસ્‍પિટલ અદ્યતન સાધનો અને સુવિધાઓ સાથે અત્‍યંત અનુભવી ડોક્‍ટરો દ્વારા સ્‍થાનિક લોકોને વિશ્વસ્‍તરીય આરોગ્‍યસારવાર આપવા હંમેશા તત્‍પર રહી છે. પરંપરાગત ઓપન- હાર્ટ સર્જરીના નવા વિકલ્‍પ રૂપે અહીં થયેલી કી હોલ હાર્ટ સર્જરી એ આ દિશામાં લેવાયેલું વધુ એક પગલું છે. અહીંની કેથલેબ એ ‘‘સ્‍ટેટ ઓફ આર્ટ કેથલેબ” છે, જેમાં મેટ્રો સિટીમાં ઉપલબ્‍ધ હોય તેવી તમામ પ્રકારની સુવિધા નજીવા દરે ઉપલબ્‍ધ છે. કેથલેબ કાર્યરત થઈ ત્‍યારથી અત્‍યાર સુધીમાં આ હોસ્‍પિટલમાં 1700 થી 1800 કાર્ડિયાક ઇન્‍ટરવેન્‍શન અને 150થી વધુ ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવી છે, જેમાં કી હોલ બાયપાસ સર્જરીનો પણ સમાવેશ થાય છે.
-000-

Related posts

વાપી ખાતે જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ યોજાયો, ૩૩ કૃતિમાં ૫૩૫ કલાકારોએ ભાગ લીધો

vartmanpravah

‘સેવા, સુશાસન અને ગરીબ કલ્‍યાણ’ ‘યુવા દેશ યુવા ભારત’ ભારતનું સપનું પણ યુવા છે અને મન પણ યુવા છે…

vartmanpravah

સંઘપ્રદેશના મુખ્ય વન સંરક્ષક કે. રવિચંદ્રનની બઢતી સાથે અંદામાન નિકોબાર બદલી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના અથાક પ્રયાસથી દમણની મરવડ હોસ્‍પિટલને જિલ્લા હોસ્‍પિટલમાં રૂપાંતરિત કરી 300 બેડની હોસ્‍પિટલના નિર્માણનું કાર્ય શરૂ

vartmanpravah

વાપી વિસ્‍તારમાં નવા બનાવાયેલ રોડોએ માત્ર 15 દિવસમાં જવાબ આપી દીધો : ઠેર ઠેર ખાડા પડવાનું શરૂ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં કૃષ્‍ણ જન્‍માષ્ટમી કાર્યક્રમ ધામધુમપૂર્વક ઉજવાયો

vartmanpravah

Leave a Comment