December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામવલસાડ

ભીલાડ નજીક ડેહલીનીસ્‍ટાર્ટા કંપનીની બાંધકામ સાઈટ ઉપર સર્જાયેલા અકસ્‍માતમાં એકનું મોત બે ઘાયલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.16
ઉમરગામ તાલુકાના ડેહલી બોડનપાડા વિસ્‍તારમાં કાર્યરત સ્‍ટાર્ટા કંપનીની પ્રિમાઈસીસમાં ચાલી રહેલી દેસાઈ કન્‍સ્‍ટ્રક્‍શનની બાંધકામની સાઈટ ઉપર ગતરોજ મિક્‍સર મશીન ટેન્‍કર ફૂટિંગની કામગીરી કરી રહેલા ખાડામાં ભેખડ સાથે ઘસી પડતા અકસ્‍માત સર્જાયો હતો. અને આ સમય દરમિયાન કામ કરી રહેલા ત્રણ કામદારોમાંથી બે ઘાયલ અવસ્‍થામાં ભાગી જવામાં સફળ થયા હતા અને એક કામદારનુ ટેન્‍કર નીચે દબાઈ જતા ઘટના સ્‍થળે કમ કમાટી ભર્યું મોત થયું હતું.
મોતને ભેટનાર કામદાર શિવ નારાયણ જલૂરામ પટેલ ઉમર વરસ 28 મૂળ છત્તીસગઢનો રહેવાસી હોવાનું જાણવા મળ્‍યું છે જ્‍યારે અન્‍ય બે સાથી મજદૂર દુર્ગાપાડા બુદ્ધાદેવ ડીન્‍ડા અને બીચે લાલ બીરસિંગ ઇજાગ્રસ્‍ત થતા સારવાર માટે હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા છે.
આ ઘટના ફૂટિંગ માટે ખોદેલા ઊંડા ખાડા ની નજીક ટેન્‍કરને લાવી 15ટન જેટલો સિમેન્‍ટ અને કપચી સહિતનો માલને મિક્‍સ કરવાની ચાલુ કામગીરી દરમિયાન ટેન્‍કરમાં વાઇબ્રેશન થતા ખાડાની નજીક હોવાના કારણે ભેખડ સાથે ઘસી પડતા અકસ્‍માત સર્જાયો હતો.
આ ઘટનામાં લાપરવહી કરનાર મિક્‍ચર મશીન ટેન્‍કર નંબરજીજે-1પ-વાયવાય-8283ના ચાલક અને દેસાઈ કંપનીના સાઈડ પ્રોજેક્‍ટ મેનેજર વિપુલ રામુ પટેલ રહે ભાનુવિલા વલસાડ સામે આઇપીસી 337, 304 અને 114 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Related posts

દાદરા નગર હવેલીમાં 03 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

‘એક નયી પહેલ આપકે સાથ’ સંસ્‍થા દ્વારા પ્રદેશમાં ચાર વર્ષમા 2050 વૃક્ષોના છોડોનું કરેલું વાવેતર

vartmanpravah

સેલવાસની એક ચાલીના બંધ રૂમમાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સ્‍વચ્‍છતા આંદોલન દ્વારા ફક્‍ત આપણે આપણા પ્રદેશનો જ નહીં પરંતુ દેશનો ચહેરો બદલીશું : સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

વાપીના સમાજ સેવક કિરણ રાવલ દ્વારા જરૂરિયાતમંદોને કપડાં વિતરણ કરવામાં આવ્‍યા

vartmanpravah

Leave a Comment