January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ પોલીસ દ્વારા દાદરા ગામે હત્‍યાના આરોપીની ધરપકડ કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.04
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા ગામે એક કંપનીની દીવાલની નજીક એક અજાણ્‍યા યુવાનની લાશ ડીકમ્‍પોઝ હાલતમાં મળી આવી હતી. જેની તપાસ બાદ વ્‍યક્‍તિ ડુંગરા-વાપીનો રહેવાસી હોવાનું બહાર આવ્‍યું હતું. આ બાબતે સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં અનિલકુમાર ઉર્ફે પપ્‍પુ અયોધ્‍યાપ્રસાદ અવસ્‍થીએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમણે જણાવેલ કે મારો ભાઈ રાજન ઉર્ફે મુકેશની માથાના ભાગે પથ્‍થર મારી હત્‍યા કરવામાં આવેલ છે અને એનો મોબાઈલ પણ છીનવી લઈ ગયેલ છે.
પોલીસે આઇપીસી 302, 397 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. ઘટનાની ગંભીરતા જોતા એસ.પી.ના માર્ગદર્શનમાં એક ટીમ બનાવી આરોપીને પકડવા માટે ઘટના સ્‍થળના આજુબાજુના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી, સાથે ટેકનિકલ ટીમને પણ સક્રિય કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજમાં મૃતકની લાશ જે દિવસે મળેલ એના એક દિવસ પહેલા એક અજાણ્‍યો વ્‍યક્‍તિ જોવા મળ્‍યો હતો જે વ્‍યક્‍તિની તપાસ કરતા આરોપી તરીકે રાજુ પુત્ર ચંદ્રિકા ચોરાસીયા(ઉ.વ.32) રહેવાસી પીરમોરમાં ભગવતી સ્‍કૂલ ડુંગરા, મૂળ રહેવાસી-બિહાર જેની દાદરાની એક કંપનીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને કોર્ટમા રજુ કરતા 9મે સુધી પોલીસ રિમાન્‍ડ આપવામાં આવ્‍યા છે.

Related posts

દાનહ અને દમણ મ્‍યુનિસિપલ કાઉન્‍સિલ રેગ્‍યુલેશન 2004 અંતર્ગત 2022માં કરાયેલા સુધારાથી દમણ અને સેલવાસ ન.પા.ના પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટે સર્જાયેલી અનિશ્ચિતતા

vartmanpravah

રોહિણા ખાતે સમસ્‍ત ધોડીયા સમાજ કુળ પરિવાર ટ્રસ્‍ટનું સાતમું સંમેલન મળ્‍યું: સમાજના કુરિવાજોને દૂર કરવા આહવાન કરવામાં આવ્‍યું

vartmanpravah

બિહાર વેલ્ફેર એસેસિએશનના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ વિપુલ સિંહે દેહરી ખાતે કષ્ટ ભંજન મંદિરે હનુમાન દાદાના દર્શન કર્યા

vartmanpravah

નાર્કોટિક્‍સ કંટ્રોલ બ્‍યુરો ઓફ નેશનલ કમિશન ફોર પ્રોટેક્‍શન ઓફ ચાઈલ્‍ડ રાઈટ્‍સ, નવી દિલ્‍હી દ્વારા ‘નશા મુક્‍ત ભારત અભિયાન’માં દમણ જિલ્લાનું સર્વશ્રેષ્‍ઠ પ્રદર્શન : કલેક્‍ટર ડો.તપસ્‍યા રાઘવને મળેલો પુરષ્‍કાર

vartmanpravah

દાનહમાં સાત ઈંચથી વધુ વરસાદ નોંધાયો

vartmanpravah

દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપે મદ્મવિભૂષણ રતન તાતાને આપેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

Leave a Comment