(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.17: સંઘપ્રદેશ સ્તરીય સ્પર્ધામાં ભાગ લેવા માટે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન અને દિશા-નિર્દેશ હેઠળ યુવા કાર્યક્રમ અને રમત-ગમત વિભાગના સચિવ ડો. અરૂણ ટી. અને રમત-ગમત વિભાના નિર્દેશક શ્રી અરૂણ ગુપ્તાના સહયોગથી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના યુવા બાબતો અને રમત-ગમત વિભાગ દ્વારા દમણ જિલ્લામાં જિલ્લા સ્તરીય આંતર શાળા રમત-ગમત સ્પર્ધાનું આયોજનઆયોજન કરવામાં આવી રહ્યું છે.
આજે દમણ જિલ્લા સ્તરીય આંતર શાળા ક્રિકેટ સ્પર્ધા(અંડર-17 બોયઝ)ની ફાઈનલ મેચ રમાઈ હતી જેમાં સાર્વજનિક વિદ્યાલયના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતા શ્રી માછી મહાજન શાળાને 13 રનથી પરાજીત કરીને જીત મેળવી હતી. આ સાથે દમણ જિલ્લા આંતર શાળા રમત-ગમત સ્પર્ધામાં ક્રિકેટ સ્પર્ધાના અંડર-19 બોયઝનું આયોજન તા.16મી ડિસેમ્બરથી 18મી ડિસેમ્બર, 2024 દરમિયાન કરવામાં આવી રહ્યું છે. આ જિલ્લા સ્તરીય સ્પર્ધાના પસંદગી પામેલા ખેલાડીઓ સંઘપ્રદેશ સ્તરીય સ્પર્ધામાં દમણ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
આજેરમાયેલી અંડર-17 બોયઝ ક્રિકેટમાં ફાઈનલ વિજેતા અને ઉપ વિજેતા ટીમને વિભાગ તરફથી અધિકારીઓ અને શારીરિક શિક્ષણ વિષયના શિક્ષકોના હસ્તે ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા.
