July 21, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ તાલુકાના 2 અને ધરમપુર તાલુકાના 3 સબ સેન્‍ટરો નેશનલ લેવલે ક્‍વોલિફાઈડ થયા

દર્દીઓના અભિપ્રાય લેવામાં આવ્‍યા, ચીંચવાડાને 86.48%, ઓઝરને 87.06%, બારસોલ 86.18%, ખારવેલ 93.07% અને મોટી કોરવડ સબ સેન્‍ટરને 76.63 ટકા મળ્‍યા

જિલ્લામાં અત્‍યાર સુધીમાં 11 પીએચસી, 1 સીએચસી અને 28 પેટા આરોગ્‍ય કેન્‍દ્ર (આયુષ્‍યમાન આરોગ્‍ય મંદિર) મળી કુલ 40 આરોગ્‍ય સેન્‍ટરને NQAS પ્રમાણપત્ર મળ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.18: ભારત સરકારના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલય દ્વારા વલસાડ તાલુકાના હરીયા પીએચસી હસ્‍તકના ચીંચવાડા, વાંકલ પીએચસીના ઓઝર, ધરમપુર તાલુકાના નાની ઢોલડુંગરી પીએચસીના બારસોલ અને ખારવેલ તેમજ મોહનાકાંવચાલી પીએચસીના મોટી કરવડ પેટા આરોગ્‍ય કેન્‍દ્ર (આયુષ્‍યમાન આરોગ્‍ય મંદિર)ને નેશનલ ક્‍વોલિટી એશ્‍યોરન્‍સ સ્‍ટાન્‍ડર્ડ એક્રિડીટેશનનું રાષ્‍ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર આપવામાં આવ્‍યું છે. જે બદલ રાષ્‍ટ્રીય સ્‍તરે વલસાડ જિલ્લાને ગૌરવ પ્રદાન થયું છે.
ગત નવેમ્‍બર માસ દરમિયાન રાષ્‍ટ્રીય સ્‍તરની ટીમ વિવિધ માપદંડોના મૂલ્‍યાંકન માટે વલસાડ આવી હતી. જેમાં વલસાડ તાલુકાના ચીંચવાડા અને ઓઝર, જ્‍યારે ધરમપુર તાલુકાના બારસોલ, ખારવેલ અને મોટી કોરવડ આયુષ્‍યમાન આરોગ્‍ય મંદિરમાં અગાઉ વિવિધ સર્વિસ પેકેજ જેવા કે, સગર્ભા માતાની પ્રસુતિ, પ્રસુતિ પછીનીસારસંભાળ, નવજાત શિશુ અને 1 વર્ષથી નાના બાળકના આરોગ્‍યની સંભાળ, રસીકરણ સહિત બાળ સંભાળ અને કિશોર કિશોરીઓને લગતી પુરતી આરોગ્‍ય સેવા, કુટુંબ કલ્‍યાણને લગતી સેવાઓ તેમજ તેને સંલગ્ન આરોગ્‍ય સેવાઓ, સામાન્‍ય બિમારીઓના ઉપચાર, રાષ્‍ટ્રીય આરોગ્‍ય કાર્યક્રમોનું સઘન સંચાલન જેમાં સંચારી રોગચાળા સંબંધિત પ્રોગ્રામ અમલીકરણ, ડાયાબીટીસ, હાયપર ટેન્‍શન, કેન્‍સર જેવા નોન કોમ્‍યુનિકેબલ રોગોનું નિદાન અને સારવાર, આંખ, કાન, નાક તથા ગળાને લગતી બિમારી અને રોગોનું સ્‍ક્રીનીંગ નિદાન તેમજ સારવાર, દાંતના આરોગ્‍યને સંબંધિત સેવાઓ, માનસિક આરોગ્‍યને લગતી બિમારીઓનું નિદાન તેમજ સારવાર, વધુ વય ધરાવતા વ્‍યકિતઓ માટે ઉંમર સંલગ્ન સારવાર તેમજ ઈમરજન્‍સી સેવાઓ સાથે સાથે કાર્યક્રમો તથા જનરલ એડમિનિસ્‍ટ્રેશન, ફાઈનાન્‍સને લગતી વિવિધ બાબતો તથા આરોગ્‍યને લગતી વિવિધ સુવિધાઓનું ચેકિંગ રાષ્‍ટ્રીય કક્ષાના નિષ્‍ણાંતો દ્વારા કરવામાં આવ્‍યું હતું. તેમજ દર્દીને કેવી રીતે સારવાર આપવામાં આવે છે, દર્દીને સરકારી સેવાથી સંતોષ છે કે કેમ, અધિકારી અને કર્મચારીઓનું આરોગ્‍યલક્ષી જ્ઞાન, સરકારના નિયમ મુજબ રેકર્ડ ચકાસણી કરવામાં આવી હતી.
ચકાસણી કર્યા બાદ વલસાડ તાલુકાના પેટા આરોગ્‍ય કેન્‍દ્રચીંચવાડાને 86.48%, ઓઝરને 87.06%, ધરમપુરના બારસોલ 86.18%, ખારવેલ 93.07% અને મોટી કોરવડ સબ સેન્‍ટરને 76.63 ટકા સાથે એન.કયુ.એ.એસ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્‍યું છે. આ સન્‍માન બદલ મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો.કે.પી.પટેલ તેમજ સમગ્ર જિલ્લા આરોગ્‍ય તંત્ર દ્વારા કર્મીઓને અભિનંદન પાઠવ્‍યામાં આવ્‍યા હતા.
ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં અત્‍યાર સુધીમાં 11 પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર, 1 સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્ર અને 28 આયુષ્‍યમાન આરોગ્‍ય મંદિર મળી કુલ 40 કેન્‍દ્રોને રાષ્‍ટ્રીય કક્ષાનું એનકયુએએસ પ્રમાણપત્ર એનાયત થઈ ચૂકયા છે.

Related posts

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ દ્વારા વિશ્વના ટોચના ફ્રી સ્‍ટાઈલ ફૂટબોલરનું આયોજન થયું

vartmanpravah

પારડી નગર પાલિકાના સફાઈ કર્મચારીઓનો સીએચસી ખાતે મેડિકલ તપાસ કેમ્‍પ યોજાયો

vartmanpravah

વલસાડનાં નામાંકિત ડો.કાંતિભાઈ પટેલને બેસ્‍ટ પેપર પ્રાઈઝ એવોર્ડ એનાયત થયો

vartmanpravah

હાર્દિક જોશીની કરાટે એકેડમીના વિદ્યાર્થીઓએ વાપીમાં સ્‍વચ્‍છ ભારત મિશન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધર્યું

vartmanpravah

ધરમપુર તાલુકાના બામટીથી નાની ઢોલડુંગરી રસ્તાની મરામત કામગીરી કરાઈ

vartmanpravah

નાની દમણ ઘેલવાડ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્‍યાયજીને પુષ્‍પાંજલી અર્પિત કરાઈ

vartmanpravah

Leave a Comment