April 24, 2024
Vartman Pravah
Breaking Newsદમણ

આજે મોટી દમણના આદિવાસી ભવન ખાતે વરિષ્‍ઠ નાગરિકો માટે મૂલ્‍યાંકન શિબિરનો પ્રારંભ

જરૂરિયાતમંદ નાગરિકોને સ્‍થળ પર જ નિષ્‍ણાંત ટેક્‍નીશિયન ટીમ દ્વારા તેમનું મૂલ્‍યાંકન કરી આવશ્‍યકતા મુજબ વ્‍હીલચેર કોણીકચ, ડિજિટલ હિયરીંગ એડ્‍સ, ત્રિપાઈ ટેટ્રાપોડ કૃત્રિમ દાન, ચશ્‍મા, કમોડ સાથે વ્‍હીલચેર, કમોડ સાથે ખુરશી સ્‍ટૂલ, કમોડ સાથે સ્‍પાઈનલ ચેર, સર્વિકલ કોલર વગેરે ઉપકરણો માટે સૂચિત કરવામાં આવશે
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 27
સમાજ કલ્‍યાણ વિભાગ દમણ, ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ(એલીમ્‍કા) વિકાસ ઘટક કાર્યાલય અને આરોગ્‍ય વિભાગ દમણના સંયુક્‍ત ઉપક્રમે આવતી કાલ તા.28મી સપ્‍ટેમ્‍બરના મંગળવાર અને તા.29મીના બુધવારના બે દિવસ માટે કલેક્‍ટર કચેરીની પાછળ આદિવાસી ભવન, મોટી દમણ ખાતે દમણ જિલ્લાના વરિષ્‍ઠ નાગરિકો માટે ‘રાષ્‍ટ્રીય વયોશ્રી યોજના’ હેઠળ મૂલ્‍યાંકન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે.
આ મૂલ્‍યાંકન કેમ્‍પમાં નિષ્‍ણાંતો દ્વારા જરૂરિયાતમંદ વરિષ્‍ઠ નાગરિકોને સ્‍થળ પર જ નિષ્‍ણાંત ટેક્‍નીશિયન ટીમ દ્વારા તેમનું મૂલ્‍યાંકન કરી આવશ્‍યકતા મુજબ વ્‍હીલચેર કોણીકચ, ડિજિટલ હિયરીંગ એડ્‍સ, ત્રિપાઈ ટેટ્રાપોડ કૃત્રિમ દાન, ચશ્‍મા, કમોડ સાથે વ્‍હીલચેર, કમોડ સાથે ખુરશી સ્‍ટૂલ, કમોડ સાથે સ્‍પાઈનલ ચેર,સર્વિકલ કોલર વગેરે ઉપકરણો માટે સૂચિત કરવામાં આવશે અને તેમને જરૂરિયાત મુજબ ઉપકરણો વિનામૂલ્‍યે મળે એવી વ્‍યવસ્‍થા કરવામાં આવશે.
બે દિવસીય મૂલ્‍યાંકન કેમ્‍પમાં વરિષ્‍ઠ નાગરિકોને આવકના દાખલા અથવા આધારકાર્ડ પણ સ્‍થળ ઉપર જ આપવામાં આવનાર હોવાનું સમાજ કલ્‍યાણ વિભાગની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

ગાંધીનગરમાં યોજાયેલ દેશની પ્રથમ યુવા મોડેલ એસેમ્‍બલીમાં વાંસદાના વિદ્યાર્થીએ ભાગ લીધો

vartmanpravah

કપરાડા તાલુકાના ચાર ગામ દાદરા નગર હવેલીમાં સમાવેશ કરવાના મામલે સ્‍થાનિકોનો વિરોધ

vartmanpravah

સુશાસન સપ્તાહ અંતર્ગત સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દમણની પંચાયતોમાં યોજાશે ‘પ્રશાસન ગાંવ કી ઔર’ શિબિર

vartmanpravah

વાપી રાજ રેસીડેન્‍સીમાં ચૈત્રી આઠમનો યજ્ઞ કરાયો

vartmanpravah

ધરમપુર ખાતે ડ્રાઈવરો મોટી સંખ્‍યામાં ભેગા થઈ કાળો કાયદાનો વિરોધ કરી રાષ્‍ટ્રપતિને રજૂઆત કરાઈ

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર કલ્‍પનાતીત વિચિત્ર અકસ્‍માત સર્જાયો

vartmanpravah

Leave a Comment