(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25 : દાદરા નગર હવેલીના ઉમરકુઈ સાયલી ગામે રહેતી (17 વર્ષીય સગીર) છોકરી ગુમ થઈ હોવાની ફરિયાદ સાયલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
પોલીસે ફરિયાદ નોંધી કલમ 137(2)બીએનએસ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની જાણકારી કાઢવામાં આવી હતી અને અલગ અલગ જગ્યા પર પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ ટીમે ગુપ્ત બાતમીદારો દ્વારા માહિતી મેળવી અને ટેક્નિકલ વિશ્લેષણ બાદ પોલીસે અલગ-અલગ ટીમ બનાવી બિહાર અને રાજસ્થાન માટે મોકલવામાં આવી હતી. બિહાર રાજ્યમાં તાપસ કરતા ખબર પડી કે છોકરી સિદ્ધાર્થ નગર ઉત્તરપ્રદેશમાં છે. પોલીસે સઘન તપાસ બાદ નેપાળની બોર્ડર પાસેથી બાળકીને શોધી કાઢી હતી અને ત્યારબાદ તેને દાનહ પોલીસે અંદાજીત 50 દિવસની મહેનત બાદ 1600 કીલોમીટર દુરથી છોકરીને એના પરિવાર સાથે મેળાપ કરાવ્યોહતો.
