April 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લંડન-કેન્‍યાના 108 એન.આર.આઈ.એ વાપી મુક્‍તિધામની મુલાકાત લીધી : ભુજમાં શીશુકુંજ શાળાના ભંડોળ માટે રિક્ષાયાત્રા

13 ડિસેમ્‍બરથી 25 ડિસેમ્‍બર રામેશ્વરમથી ભુજ નિકળેલ યાત્રા રૂટમાં વાપી આવતા 108 એન.આર.આઈ. વાપીના મહેમાન બન્‍યા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: લંડન-કેન્‍યામાં ભારતીય સંસ્‍કૃતિના સિંચન સાથે કાર્યરત શિશુકુંજ સંસ્‍થાએ અઢી લાખના ખર્ચે ભુજમાં ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ સ્‍થાપવાના ઉદ્દેશ સાથે ભંડોળ ભેગુ કરવા માટે સંસ્‍થાના 108 સભ્‍યો ઓટોરિક્ષામાં 13 ડિસેમ્‍બરથી 25 ડિસેમ્‍બર દરમિયાન યાત્રાનું આયોજન કર્યું છે. રામેશ્વર ટુ ભુજ 3 હજાર કિલોમીટરની યાત્રાના રૂટમાં વાપી આવતા તમામ એન.આર.આઈ. વાપીના મહેમાન બન્‍યા હતા. તેમણે વાપી મુક્‍તિધામની મુલાકાતલઈ સુંદર કામગરી નિહાળી હતી.
વાપી મુક્‍તિધામના ટ્રસ્‍ટી તુષાર હરિયાએ જણાવ્‍યું હતું કે, પોતે આફ્રિકન બોર્ન છે. યુકેમાં અબ્‍યાસ કર્યો છે. લંડનમાં શીશુકુંજ સંસ્‍થા કાર્યરત છે. આ સંસ્‍થા ભુજમાં પણ ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ બનાવવા માંગે છે. જેના ફંડ રાઈઝીંગ માટે સ્‍વયં સેવકો નિકળ્‍યા છે તે મારા મિત્રો છે. આ પ્રસંગે લંડનના ધર્મેશ છેડાએ જણાવ્‍યું હતું કે, ભુજમાં અમે શીશુકુંજ ઈન્‍ટરેશનલ સ્‍કૂલ બનાવવા 35 રીક્ષામાં 108 એન.આર.આઈ. નિકળ્‍યા છીએ. અઢી લાખ પાઉન્‍ડથી ભુજમાં સ્‍કુલ સાકાર કરવાની મહેચ્‍છા છે. આ માટે અમોને સારો રિસ્‍પોન્‍સ મળી રહ્યો છે. યાત્રામાં અમને ભારત દર્શન કરવાની પણ તક મળી રહી છે. મુક્‍તિધામ વાપીનો અનોખો આનંદ ઉઠાવતા યાત્રિકો વાપીથી ભુજ જવા રવાના થયા હતા.

Related posts

ધરમપુરના વિલ્‍સનહિલ પર મેરેથોન યોજાઈઃ દક્ષિણ ગુજરાત અને કેન્‍યાના દોડવીરોએ ભાગ લીધો

vartmanpravah

આજે વાપી-વલસાડમાં રામ નવમીના અવસરે ભગવાન રામની ભવ્‍ય શોભાયાત્રા નિકળશે: હજારો રામ ભક્‍ત જોડાશે

vartmanpravah

ગ્રામ પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ધરણાં, ઘેરાવો અને ઉપવાસ જેવા કાર્યક્રમો ઉપર પ્રતિબંધ

vartmanpravah

સરીગામ બજાર માર્ગ પર ટ્રાફિકની ભરમાર અને અકસ્‍માતનું જોખમ

vartmanpravah

બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ અને વાલીઓના માર્ગદર્શન માટે આત્‍મવિશ્વાસ હેલ્‍પલાઈન શરૂ

vartmanpravah

આલોક કંપનીની કેન્‍ટીનમાં કામ કરતા નેપાલી યુવાને ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

Leave a Comment