Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના પારનેરા ડુંગર પર રાજ્‍ય કક્ષાની આરોહણ – અવરોહણ સ્‍પર્ધા સંદર્ભે પ્રાંત અધિકારી વિમલ પટેલના અધ્‍યક્ષસ્‍થાને બેઠક મળી

રાજ્‍યના વિવિધ જિલ્લાઓમાંથી અંદાજે 300 જેટલા સ્‍પર્ધકો સ્‍પર્ધામાં ભાગ લેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.16: ગુજરાત સરકારના રમતગમત, યુવક સેવા અને સાંસ્‍કળતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્‍કળતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત અને વલસાડ જિલ્લા યુવા અને સાંસ્‍કળતિક પ્રવૃત્તિઓની કચેરી સંચાલિત રાજ્‍યકક્ષાની દ્વિતિય આરોહણ અવરોહણ સ્‍પર્ધા વલસાડ તાલુકાના પારનેરા ડુંગર ઉપર તા.22 ડિસેમ્‍બર 2024ના રોજ રવિવારે સવારે 7કલાકે યોજાનાર છે. જે અંતર્ગત સોમવારે વલસાડ પ્રાંત અધિકારી વિમલ પટેલની અધ્‍યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક મળી હતી.
આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રીએ તમામ કામગીરીનું સંકલન, સુપરવિઝન અને તૈયારી અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું. સ્‍પર્ધાના સ્‍થળે એમ્‍બ્‍યુલન્‍સ અને મેડિકલ ટીમને તૈનાત રહેવા જણાવ્‍યું હતું. ટ્રેક ક્‍લિયર રાખવા માટે ફોરેસ્‍ટરની ટીમ, વીજ પુરવઠા માટે ડીજીવીસીએલની ટીમ, સ્‍થળ ઉપર મોબાઈલ ટોયલેટ, કાર્યક્રમ સ્‍થળ અને ટ્રેક ઉપર સાફ સફાઈ અને પાણીની વ્‍યવસ્‍થા અંગે પ્રાંત અધિકારીશ્રીએ સૂચનો કર્યા હતા.
જિલ્લા યુવા વિકાસ અધિકારી હિમાલી જોશીએ સ્‍પર્ધાની વિગત આપતા જણાવ્‍યું કે, તા.22 ડિસે.ને રવિવારે સવારે 7 વાગ્‍યે સ્‍પર્ધા શરૂ થયા બાદ સવારે 9 કલાકે મહાનુભાવોના હસ્‍તે ઈનામ વિતરણ કરવામાં આવશે. સ્‍પર્ધકોએ આગલા દિવસે તા.21 ડિસેમ્‍બરને શનિવારે પારનેરા ડુંગરની તળેટી સ્‍પર્ધાના સ્‍થળે બપોરે 3 થી સાંજે 5 વાગ્‍યા દરમિયાન રિપોર્ટિંગ કરવાનું રહેશે. આ સ્‍પર્ધામાં 19 થી 35 વયના અંદાજે 300 જેટલા સ્‍પર્ધકો રાજ્‍યના વિવિધ જિલ્લાઓમાંથી ભાગ લઈ રહ્યા છે.
આ બેઠકમાં વલસાડ તાલુકા વિકાસ અધિકારી મહેન્‍દ્ર ચૌધરી, મામલતદાર પી.કે. મોહનાની, જિલ્લારમત ગમત અધિકારી જી.જી.વળવી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્જુન પટેલ, ખોરાક અને ઔષધ નિયમન વિભાગના ડેઝીગ્નેટેડ ઓફિસર એ.આર.વળવી, આરએફઓ આર.સી.ગાવિત, સિવિલ હોસ્‍પિટલના મેડિકલ ઓફિસર ડો. વી.કે.ફડદુ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત દ્વારા પારસી સમુદાયના ધર્મગુરુ વડા દસ્તુરજીને અયોધ્યા શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેવા પાઠવેલું આમંત્રણ

vartmanpravah

સેલવાસમાં કેટલીક ઈલેક્‍ટ્રોનિક દુકાનોમાંથી સામાનની ખરીદીના દુકાનમાલિકોને ચેક આપીકરાયેલી છેતરપિંડી

vartmanpravah

રાજ્યના ૫૦ વર્ષથી વધુ વયના નિવૃત્ત રમતવીરોને દર મહિને રૂ. ૩ હજાર પેન્શન ચૂકવાશે

vartmanpravah

વલસાડ જિલ્લા ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ 9 અને સભ્‍યોના ર4 ફોર્મ રદ થયા

vartmanpravah

ધરમપુરના બામટીમાં હૃદય રોગ નિવારણ અભિયાન હેઠળ યોગ શિબિર યોજાઈ

vartmanpravah

ભામટી અને દમણવાડા શાળામાં સંયુક્‍ત રીતે ઉજવાયો પ્રવેશોત્‍સવઃ પ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગના સંયુક્‍ત સચિવ સુરેશ ચંદ્ર મીણાની રહેલી ઉપસ્‍થિતિ

vartmanpravah

Leave a Comment