October 17, 2026
Vartman Pravah
Breaking Newsનવસારી

આજથી દાનહ લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાનો આરંભ

  • શ્રાદ્ધ પક્ષ હોવાથી મોટાભાગે 7 અને 8મી ઓક્‍ટોબરે ઉમેદવારોનો ધસારો રહેવાની સંભાવના

    કેન્‍દ્રમાં બહુમતિ સરકાર હોવાથી માત્ર ઔપચારિક બની રહેનારી દાનહ લોકસભા બેઠકની ચૂંટણીઃ વિજેતા ઉમેદવારને પણ મળશે માંડ બે વર્ષનો સમયગાળો

    (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
    સેલવાસ, તા. 30
    આવતી કાલે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થવાની સાથે જ દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાનો પણ આરંભ થશે.
    હાલમાં શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો હોવાથી મોટાભાગે ઉમેદવારી પત્રક નવરાત્રિના પ્રથમ દિવસ એટલે કે, 7મી ઓક્‍ટોબર અને ઉમેદવારી પત્રક ભરવાના અંતિમ દિવસ 8મી ઓક્‍ટોબરે ઉમેદવારોનો ધસારો રહેશે.
    હાલમાં દાદરા નગરહવેલી લોકસભાની પેટા ચૂંટણી માત્ર ઔપચારિક જેવી બની ચુકેલી દેખાય છે. કારણ કે, મોટાભાગે મતદારોનો ઝોક કેન્‍દ્રમાં જેમની સરકાર હોય તેમની સાથે જવાનો રહેતો હોય છે. દાનહમાં 7 ટર્મના સાંસદ મોહનભાઈ ડેલકરે કોઈ દુર્ભાગ્‍યની પળે પોતાની જીંદગી ટૂંકાવવા લીધેલા નિર્ણયના કારણે આ બેઠક ખાલી પડી હતી.
    ચૂંટણીની ગતિવિધિ જેમ જેમ જોર પકડશે અને ઉમેદવારોના ચહેરા બહાર આવશે તેમ તેમ વાતાવરણ ગરમ અને સ્‍પષ્‍ટ બનતુ જશે. હાલમાં મતદારોના મનને કળવું મુશ્‍કેલ છે. કેટલા ઉમેદવારો મેદાનમાં આવે તેના ઉપર પણ ચૂંટણીનું ગણિત મંડાશે. પરંતુ વિજેતા બનનાર સાંસદને હવે પછીના લગભગ માંડ બે વર્ષ જેટલો જ સમય મળવાનો હોવાથી કેટલા થનગનભૂષણો તૈયાર થાય તેના ઉપર પણ તમામની નજર મંડાયેલી છે.

Related posts

વાપી કેબીએસ કોમર્સ અને નટરાજપ્રોફેશનલ સાયન્‍સ કોલેજના એનએસએસના વિદ્યાર્થીઓ નેશનલ ઈન્‍ટિગ્રેશન કેમ્‍પમાં પસંદગી પામ્‍યા

vartmanpravah

દમણ-દીવમાં કોંગ્રેસની સભ્‍ય સંખ્‍યા વધારવા પીઆરઓ વિજ્‍યા લક્ષ્મી સાધોએ કાર્યકર્તાઓને કરેલો અનુરોધ

vartmanpravah

ઉમરગામ જીઆઈડીસીની એસ.એન. એગ્રોફુડ કંપનીમાં લાગેલી ભીષણ આગ

vartmanpravah

ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની ચૂંટણીમાં યુવા ઈન્‍ડસ્‍ટ્રીયલ ટીમનો ભવ્‍ય વિજય

vartmanpravah

દમણમાં કરાયું નુમા ઈન્‍ડિયા કરાટે કલર બેલ્‍ટની પરીક્ષાનું સફળ આયોજન

vartmanpravah

વલસાડ-ડુંગરી રેલવે અપ-ડાઉન ટ્રેક ઉપર રાત્રે ગૌવંશો ટ્રેન અડફેટે આવી જતા મોતને ભેટયા

vartmanpravah

Leave a Comment