January 16, 2026
Vartman Pravah
Breaking Newsદેશ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપમાં વિવિધ પ્રોજેક્‍ટોની મુલાકાત લઈ અધિકારીઓને આપેલી દિશા-દોરવણી

લક્ષદ્વીપના પ્રશાસક તરીકે અખત્‍યાર સંભાળ્‍યાનું એક વર્ષ પૂર્ણ થયું છે ત્‍યારે જોગ-સંજોગથી આજે લક્ષદ્વીપની મુલાકાતે આવી છેલ્લા એક વર્ષ દરમિયાન સુધારાની શરૂ થયેલી હકારાત્‍મક અસરોની પણ મેળવેલી માહિતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ/લક્ષદ્વીપ, તા.09
કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે અખત્‍યાર સંભાળ્‍યાનું આજે એક વર્ષ પૂર્ણ થતાં સંજોગોવસાત તેમનું લક્ષદ્વીપમાં આગમન પણ થયું છે.
આજે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે છેલ્લા એક વર્ષ દરમિયાન સુધારાની શરૂ થયેલ હકારાત્‍મક અસરોની જાણકારી મેળવી હતી અને વિવિધ પ્રોજેક્‍ટોની વર્તમાન સ્‍થિતિની માહિતી પણ મેળવી હતી.
લક્ષદ્વીપ ખાતે પ્રશાસકશ્રીના સલાહકારથી માંડી પ્રશાસનિક ટીમે શરૂ કરાયેલા વિવિધ પ્રોજેક્‍ટોના સ્‍ટેટસની વિસ્‍તૃત માહિતી આપી હતી.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાની લક્ષદ્વીપ મુલાકાતના પહેલા દિવસે અગત્તી ખાતે એરપોર્ટ વિસ્‍તૃતીકરણ વિસ્‍તાર, પ્રવાસન વિકાસ તથા સીવીડ કલ્‍ચર (સમુદ્રી શેવાળની ખેતી) જેવા પ્રોજેક્‍ટની મુલાકાત લઈ વિકાસલક્ષી કામો અંગે અધિકારીઓ પાસે જાણકારી મેળવી અને તેમને યોગ્‍યદિશા-દોરવણી પણ આપી હતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સાથે લક્ષદ્વીપના પ્રશાસનિક અધિકારીઓ તથા તેમના અંગત સલાહકાર શ્રી ડી.એ.સત્‍યા પણ જોડાયા હતા.

Related posts

બામણવેલ ગામે 43 વર્ષીય શ્રમજીવીએ અગમ્‍ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

દાનહઃ મસાટ ગામના આકાશ એપાર્ટમેન્‍ટના ચોથા માળે ફલેટમાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

દમણવાડા મંડળ ખાતે ભાજપના 42માં સ્‍થાપના દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા સમર્પણ જ્ઞાન સ્‍કૂલને બેસ્‍ટ ક્રિએટિવિટી પેઇન્‍ટિંગ એવોર્ડ એનાયત

vartmanpravah

વગર લાયસન્‍સે ઉંચુ વ્‍યાજ વસુલ કરતા ઈસમને ઝડપી પાડતી ખેરગામ પોલીસ ટીમ

vartmanpravah

Leave a Comment