January 16, 2026
Vartman Pravah
Otherતંત્રી લેખદમણદીવસેલવાસ

દમણવાડાની સરકારી બાળ ગંગાધર ટિળક વિદ્યાલયના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો યોજાયેલો વિદાય સમારંભ

  • પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને દમણવાડા ગ્રામ પંચાયતની લાઈબ્રેરીની નિયમિત મુલાકાત લેવા ટેવ પાડવા સરપંચ મુકેશ ગોસાવીએ આપેલી સલાહઃ મે મહિનાના અંત સુધી ડિજિટલ લાઈબ્રેરીની સુવિધા પણ ઉપલબ્‍ધ થશે
  • કોઈપણ પ્રકારના ગભરાટ વગર બોર્ડની પરીક્ષા સંપૂર્ણ આત્‍મવિશ્વાસ સાથે આપવા પ્રિન્‍સિપાલ હરેન્‍દ્ર પાઠકે વિદ્યાર્થીઓને આપેલી સલાહ

    (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
    દમણ, તા.01 : મોટી દમણના દમણવાડા ખાતે સરકારી બાળ ગંગાધર ટિળક વિદ્યાલયના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા.
    આ પ્રસંગે સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ બોર્ડની પરીક્ષા આપી રહેલા ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓનેઅભિનંદન આપી શુભકામના પાઠવી હતી. તેમણે પરીક્ષામાં કોઈ ડર રાખવાનો નથી અને રાત્રે ઉજાગરા કરી વાંચવાનું ટાળવા સલાહ આપી હતી. 6 થી 7 કલાકની પુરતી ઉંઘ લઈ પુરા આત્‍મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા જણાવ્‍યું હતું.
    સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ ધોરણ 12ના વિદ્યાર્થીઓને જણાવ્‍યું હતું કે, હવે તમે ટીનએજના છેલ્લા પડાવ ઉપર છો. તમારી દરેક ક્ષેત્રે પરીક્ષાની શરૂઆત થવાની છે. તેથી ધૈર્ય રાખી હિંમતથી દરેક પરિસ્‍થિતિનો સામનો કરવા પ્રેરિત કર્યા હતા. તેમણે જણાવ્‍યું હતું કે, ધોરણ 12ની પરીક્ષા પૂર્ણ થયા બાદ મળનારા વેકેશનના સમયમાં દમણવાડા ગ્રામ પંચાયતની લાઈબ્રેરીની નિયમિત મુલાકાત લેવાની ટેવ પાડવા સલાહ આપી હતી. તેમણે આગામી 14મી એપ્રિલ ડો. બાબાસાહેબ આંબેડકરની જન્‍મ જયંતિથી મેની આખર સુધીમાં દમણવાડા પંચાયતની લાઈબ્રેરીમાં ડિજિટલ લાઈબ્રેરીની સુવિધા પણ શરૂ કરવામાં આવનાર હોવાની જાણકારી આપી હતી. જેનો ભરપુર ફાયદો ઉઠાવવા હાકલ કરી હતી.
    સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ દમણવાડાની બાળ ગંગાધર ટિળક વિદ્યાલયના પ્રિન્‍સિપાલ શ્રી હરેન્‍દ્ર પાઠક અને તેમના શિક્ષકોની સમર્પિત ટીમની પણ પ્રશંસા કરી હતી.
    આ પ્રસંગે દમણવાડાની ટિળક વિદ્યાલયના પ્રિન્‍સિપાલ શ્રી હરેન્‍દ્ર પાઠકે જીવનમાં શિક્ષણનું મહત્‍વ સમજાવીશિક્ષણની સાથે વિનયની મહત્તાનો પણ બોધપાઠ આપ્‍યો હતો. તેમણે જીવનમાં વિનમ્ર બની અને તેજસ્‍વી કારકિર્દી બનાવી વિદ્યાલય, ગામ, શહેર અને જિલ્લાની સાથે પ્રદેશનું નામ રોશન કરવા શુભકામના આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ગભરાવાની જરૂરત નથી. શરૂઆતની મળતી 15 મિનિટમાં પ્રશ્નપત્ર આખું વાંચી ગયા બાદ જે સેક્‍શનના ઉત્તરો બરાબર આવડતા હોય તેને પહેલી પ્રાથમિકતા આપવા સલાહ આપી હતી.
    આ પ્રસંગે શાળાના શિક્ષિકા શ્રીમતી પાર્વતીબેન ટંડેલે પણ વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કર્યા હતા. પ્રારંભમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ અને વક્‍તવ્‍ય રજૂ કરવામાં આવ્‍યું હતું.
    આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષા કિટ પણ ભેટ આપી હતી. આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સેક્રેટરી શ્રી નિખિલ મીટના, સ્‍કૂલના શિક્ષકો-શિક્ષિકાઓ તથા સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યો હતો.

Related posts

દમણવાડા ગ્રા.પં.ના સરપંચ મુકેશ ગોસાવીએ ભામટી માહ્યાવંશી ફળિયામાં વરસાદના સમયે પાણી ભરાવાથી જાનમાલને થતા નુકસાનથી જાહેર બાંધકામ વિભાગના સંયુક્‍ત સચિવ પ્રાંજલ હજારિકાને માહિતગાર કર્યા

vartmanpravah

નરોલી ચેકપોસ્‍ટ નજીક ટેમ્‍પોમાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ લક્ષદ્વીપની મુલાકાતેઃ અધિકારીઓ સાથેવિકાસલક્ષી પ્રોજેક્‍ટોની ચર્ચા-વિચારણાં

vartmanpravah

વાપી દમણગંગા ટાઈમ્‍સ દૈનિકના સંસ્‍થાપક- તંત્રી એન.વી. ઉકાણીનું નિધન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં આજે દાનહના 704 લાભાર્થીઓને આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણમંત્રી મનસુખભાઈ માંડવિયા ગૃહ પ્રવેશ કરાવશે

vartmanpravah

દમણમાં 10, દાનહમાં 16, દીવમાં 0પ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા : તંત્ર સતર્ક

vartmanpravah

Leave a Comment