September 1, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશ

દાનહ નમો મેડિકલ કોલેજમાં શૈક્ષણિક વર્ષ-2021-22 માટે પ્રવેશનો પ્રારંભ

વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરીને એમ.બી.બી.એસ.ના એડમિશન માટે નોંધણી કરાવી શકાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અન દમણ-દીવ સાયલી સ્‍થિત નમો મેડિકલ એજ્‍યુકેશન એન્‍ડ રીસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટ(નમો મેડિકલ કોલેજ)માં એમ.બી.બી.એસ. શૈક્ષણિક વર્ષ ર0ર1-રર માટે પ્રવેશ શરૂ ગયો છે. જેથી જે પણ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા ઈચ્‍છતા હોય તેઓ ઓનલાઈન ફોર્મ ભરી પોતાની નોંધણી કરાવી શકે છે.
નીટની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની તમામ માહિતી આ ઓનલાઈન ફોર્મમાં ભરવાની રહેશે તેમજ અન્‍ય ઘણી એવી શૈક્ષણિક અને અંગત માહિતીઓ છે. જેના વિશે ઓનલાઈન ફોર્મમાં પૂછવામાં આવી છે. ફોર્મ ભરતા પહેલા તમામ જરૂરી દસ્‍તાવેજો તમારી સાથે રાખવા કે જેથી ફોર્મ ભરતી વખતે તેને સમજવામાં સરળતા રહે.
નમો મેડિકલકોલેજમાં ઓનલાઈન એડમિશન ફોર્મ ભરીને રજીસ્‍ટ્રેશન કરાવવા માટે વેબસાઈટ રૂરૂરૂ.રુણુણૂત્ર્.ફુઁત્ર્.ઁશણૂ.શઁ અને રૂરૂરૂ.ર્ઁીળંળફૂશ્વર્શીફુળશતતશંઁ.શઁ રાખવામાં આવી છેં જેની મુલાકાત લઈને તમે તમારું ઓનલાઈન એડમિશન ફોર્મ ભરી શકો છો. વેબસાઈટ ઉપર ભ્‍ય્‍બ્‍લ્‍ભ્‍ચ્‍ઘ્‍વ્‍શ્‍લ્‍ (પ્રોસ્‍પેક્‍ટસ) પણ મૂકવામાં આવેલ છે જ્‍યાં તમામ વિદ્યાર્થીઓ કે જેઓ ડોક્‍ટર બનવાની ઈચ્‍છા ધરાવતા હોય અને મેડિકલ કોલેજ માટે લાયક હોય તેઓએ પોતાનું રજીસ્‍ટ્રેશન કરાવવું જોઈએ અને તેમના પોતાના પ્રદેશની નમો મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવી અભ્‍યાસ કરવાનો લાભ લેવો જોઈએ.
ઉપરાંત તમામ માતા-પિતાને વિનંતી કરવામાં આવે છે કે, જો તમારું બાળક અથવા પરિવારનો કોઈ સભ્‍ય મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માટે શૈક્ષણિક રીતે લાયક હોય તો તેઓ ઓનલાઈન એડમિશન માટે દર્શાવેલ વેબસાઈટ પર જઈને પોતાનું નામની નોંધણી કરાવી શકે છે.

Related posts

દિવાળીમાં ચીખલી તાલુકામાં 3 અને નવસારી જિલ્લામાં 1પ ઈમરજન્‍સી 108 એમ્‍બ્‍યુલન્‍સ ખડેપગે સેવા બજાવશે

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા નરોલી ગામેથી 1.220 કિલો ગાંજા સાથે બે આરોપીની ધરપકડ કરાઈ

vartmanpravah

કેન્‍દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરનું પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દિપેશભાઈ ટંડેલનાનેતૃત્‍વમાં દમણ પ્રદેશ કાર્યાલય ખાતે ઉષ્‍માભર્યું અભિવાદન

vartmanpravah

સેલવાસના ડોકમરડી વિસ્‍તારમાં રિદ્ધિ સિદ્ધિ સિન્‍થેટીક્‍સ કંપનીમાં મોડી રાત્રે આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકા/ જિલ્લાકક્ષાની સ્‍પર્ધાઓ યોજાશે

vartmanpravah

દાદરા નગર હવેલી પોલીસ વિભાગ માટે ચૂંટણી સંદર્ભે ટ્રેનિંગનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment